રાજકોટમાં આજી ડેમ પાસે ગાર્ડનમાં ફરવા ગયેલા માતા-પિતા બે વર્ષની બાળકીને ભૂલીને નીકળી ગયા, 181ની ટીમે ઘરે પહોંચાડી

0
96

181ની ટીમે બાળકીના પરિવારજનોની શોધખોળ કરી બાળકીને તેના વાલીને સોંપી હતી.

  • માતાપિતાની શોધખોળ ચાલુ હતી ત્યારે એક સજ્જને કહ્યું કે, આ બાળકી શાસ્ત્રીનગરમાં રહે છે

181 ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, નૂતન વર્ષના દિવસે સાંજે 4 કલાકે 181 મહિલા અભયમ હેલ્પલાઈનનો ફોન રણકે છે. સામે છેડેથી અવાજ આવે છે કે, આજી ડેમ ગાર્ડન ખાતે એક બાળકી એકલી બેઠી બેઠી રડે છે. તે ખૂબ જ ગભરાયેલી છે એને તમારી મદદની જરૂર છે. તુરંત જ 181ની ટીમ ભૂલી પડેલી બાળકી પાસે પહોંચી.

મારી સાથે રહેલા જીઆરડી રમીલાબેન રાવલ અને પાઇલટ નિલેશભાઈએ બાળકી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. પૂછપરછ પરથી ખબર પડી કે બાળકી હજુ બોલતા શીખી નથી. અભયમની ટીમે બાળકીને તેના પરિવારજનો સુધી પહોંચાડવા માટે ઉપાય અજમાવ્યા. સૌ પ્રથમ આસપાસના વિસ્તારમાં લોકોને બાળકી વિશે પૂછવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક વ્યક્તિએ અગાઉ આ બાળકીને શાસ્ત્રીનગરમાં જોઈ હોવાનું જણાવ્યું અને 181ની ટીમ તુરંત જ બાળકીને લઈને ત્યાં પહોંચી હતી.

એડ્રેસ ખબર હતું નહીં આથી આ વિસ્તારમાં રહેતા દરેક ઘરના લોકોને બાળકી વિશે પૂછપરછ કરીને તેનું ઘર શોધવાનો પ્રયાસ કર્યો.ત્યારે આ જ સમય દરમિયાન બાળકીના પિતાના મિત્ર હોય બાળકીને તુરંત જ ઓળખી ગયા અને તેમણે બાળકીના પિતાને ફોન કરીને જાણ કરી. 181ની ટીમ બાળકીના ઘરે પહોંચી. બાળકીને ભેટીને માતા-પિતા રડવા લાગ્યા.

181ની ટીમે તેની સાથે વાતચીત કરતા બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, બેસતા વર્ષના દિવસે તે પોતાના પરિવારજનો સાથે ફરવા આજી ડેમ ગાર્ડન ગયા હતા. પરત ફરતી વેળાએ પતિ-પત્ની અલગ અલગ રિક્ષામાં ઘરે ગયા હોવાથી બાળકી એકબીજા પાસે હશે એવા વહેમમાં હતા. ઘરે પરત ફર્યા બાદ ખબર પડી કે બેમાંથી એક પણ પાસે બાળકી છે નહીં. તેની શોધખોળ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here