રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને નજીક પહોંચી, 636 દર્દી સારવાર હેઠળ

0
81
  • રાજકોટમાં ગુરૂવારે 81 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને નજીક પહોંચી ગઈ છે. રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 636 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરૂવારે 81 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ ફરી વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

જે રીતે ઓગસ્ટ માસમાં તૈયારી કરાઈ હતી તેવું જ પ્લાનિંગ ફરીથી લાગુ કરવું પડશે
રાજકોટમાં કોરોનાના કેસમાં દિવાળીના તહેવારો દરમિયાન વ્યાપક ઉછાળો આવ્યો છે. માત્ર 3 જ દિવસમાં 400 કેસ આવ્યા છે જેને કારણે ગુરુવારે જિલ્લા વહીવટી તંત્ર, મનપા અને આરોગ્ય વિભાગે સતત કોરોનાના આયોજન માટે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. આ બેઠક પરથી એ નિષ્કર્ષ નીકળ્યો છે કે રાજકોટમાં કોરોનાની લહેર આવવાની પૂરી શક્યતા છે એટલે જે રીતે ઓગસ્ટ માસમાં તૈયારી કરાઈ હતી તેવું જ પ્લાનિંગ ફરીથી લાગુ કરવું પડશે અને તે માટે તંત્ર સાબદું થયું છે.

રાજકોટમાં કોરોનાની બીજી લહેર આવશે
સૌરાષ્ટ્ર ઝોનના આરોગ્ય નિયામક ડો. રૂપાલી મહેતાએ ગ્રામ્ય વિસ્તાર માટે બેઠક બોલાવી હતી અને હાલ સ્ટાફ અને તબીબોની સંખ્યા પૂરતી હોવાનું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોને બોલાવીને વ્યવસ્થાઓ જાણવામાં આવી હતી અને આઈએમએના તબીબોને પણ તૈયાર રહેવા જણાવ્યું હતું. પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાએ મનપાના વોર્ડ પ્રભારીઓ સાથે બેઠક કરી હતી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે એન્ફોર્સમેન્ટ ટીમ તૈયાર કરવા સૂચના આપી હતી. નાયબ કમિશનર સી.કે. નંદાણીના જણાવ્યા અનુસાર સર્વેલન્સ સઘન કરી દેવાયું છે. મેયર બિનાબેન આચાર્યએ પણ મનપાના પદાધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એન્ટ્રી પોઈન્ટ પર કોવિડ બૂથ શરૂ કરવા કહ્યું કોરોનાના કેસ વધવાની શક્યતા જણાતા જુલાઈ માસના અંતથી સઘન આયોજન હાથ ધરાયું હતું અને શહેર તેમજ જિલ્લામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે ટીમો ઉતારાઈ હતી. હોસ્પિટલમાં બેડ રિઝર્વ કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here