50 દિવસ બાદ વધ્યા પેટ્રોલના ભાવ, ડિઝલના ભાવમાં પણ 41 દિવસ બાદ થયો વધારો

0
95

સરકારી તેલ કંપનીઓની તરફથી 41 દિવસ બાદ ડિઝલના ભાવમાં વધારો કરાયો છે તો પેટ્રોલની કિંમતોમાં 50 દિવસ બાદ વધારો થયો છે. શુક્રવારે ડિઝલની કિંમત 22થી 25 પૈસા સુધી વધી છે જ્યારે પેટ્રોલના ભાવમાં 17થી 20 પૈસાનો વધારો કરાયો છે.

  • 0 દિવસ બાદ વધ્યા પેટ્રોલના ભાવ
  • ડિઝલના ભાવમાં પણ 41 દિવસ બાદ થયો વધારો
  • પેટ્રોલના ભાવમાં 17થી 20 પૈસાનો વધારો 
  • ડિઝલની કિંમત 22થી 25 પૈસાનો વધારો

જાણો પ્રમુખ મહાનગરોમાં કેટલા છે પેટ્રોલ અને ડિઝલના ભાવ

આઈઓસીએલથી મળતી જાણકારી અનુસાર આજે દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં એક લીટર પેટ્રોલ અને ડિઝલની કિંમતો આ પ્રકારે રહેશે. 

દિલ્હીમાં ડિઝલની કિંમત 70.68 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત 81.23  રૂપિયા પ્રતિ લિટર રહેશે. 
કોલકત્તામાં ડિઝલની કિંમત 74.24 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત 82.79 રૂપિયા પ્રતિ લિટર રહેશે.   
મુંબઈમાં ડિઝલની કિંમત 77.11 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત 87.92 રૂપિયા પ્રતિ લિટર રહેશે. 
ચેન્નઈમાં ડિઝલની કિંમત 76.17 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમત 84.31  રૂપિયા પ્રતિ લિટર રહેશે. 

રોજ સવારે 6 વાગ્યે લાગુ થાય છે નવા દર

રોજ સવારે 6 વાગ્યે જ નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ ઘટ્યા છે અને રુપિયામાં મજબૂતી પાછી આવી છે. એવામાં એક્સપર્ટ્સ સ્થાનિક સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહ્યા છે.

આવી રીતે જાણી લો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ
 
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here