ખોડલધામ ખાતે માઇભક્તોની ઊમટી ભીડ, ચાલુ વર્ષે દર્શનાર્થીઓ તો રાબેતા મુજબ ઉમટી પડ્યા

0
77

સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાનું પ્રતિક એવા ખોડલધામ ખાતે માતાજીને ચરણોમાં શીશ નમાવવા માટે બહોળી સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. જ્યાં રાષ્ટ્રધ્વજ અને ધર્મનો ધ્વજ બંને એકસાથે ફરકે છે એવા ખોડલધામનું લોકાર્પણ થયું ત્યારથી અત્યાર સુધી તહેવારો ઉપર ભાવિકોની અતિ ભીડ જોવા મળે છે.

પરંતુ કોરોના વાયરસે દરેક તહેવારોના નીતિનિયમો બદલી નાખ્યાં છે ત્યારે ચાલુ વર્ષે દર્શનાર્થીઓ તો રાબેતા મુજબ ઉમટી પડ્યા હતા. ટ્રસ્ટના સ્વયં સેવકોએ કોરોનાના નિયમોનું પાલન કરાવીને દર્શનની સુવિધા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here