મોરબીમાં શિક્ષિકા બ્રેઇન ડેડ થતા અંગદાન કરાયું, પતિએ કહ્યું- પત્ની યોગ અને પ્રાણાયામના પ્રચારક હતા, હું તેના નામે ઓળખાતો અને ઓળખાઈશ

0
93

મોરબીમાં સિરામિક કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ નિભાવતા અલ્કેશ માહોતા આમ તો બંગાળી પણ વર્ષોથી મોરબીમાં જ સ્થાયી થયા અને પરિવારમાં પત્ની મોનાલિસા અને પુત્રી અનુપમા. પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે અને સાથે જ સામાજિક કાર્યોમાં અગ્રેસર તેમજ યોગ અને પ્રાણાયામમાં મોટા પ્રચારક હતા. 13મીએ સાંજે પુત્રી અનુપમા સાથે મોનાલિસાબેન ખરીદી કરવા ગયા અને પરત આવતાં જ અચાનક તબિયત બગડતાં મોરબી બાદ રાજકોટ લવાયા હતા. તપાસ કરતા બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થયું.

મોનાલિસાબેનનું લિવર, બે આંખો અને બે કિડની દાન
બ્રેઈન ડેડ થતા અલ્કેશભાઈ અને તેમના પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો અને તેથી ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો.દિવ્યેશ વિરોજા અને તેમની ટીમે સતત 36 કલાક મહેનત કરી રાજકોટમાં 89મું અંગદાન ઓપરેશન કર્યું હતું. મોનાલિસાબેનનું લિવર, બે આંખો અને બે કિડની દાન કરાઈ હતી. અલ્કેશભાઈએ જણાવ્યું કે હું પત્નીના નામે ઓળખાતો એ ઓળખાઈશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here