ભારતમાં ક્યાં સુધીમાં આવી જશે કોરોનાની વેક્સીન? શું હશે તેની કિંમત? સીરમે કર્યો ખુલાસો

0
68

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)નું સંક્રમણ ફરી એકવાર ભયંકર રીતે ફેલાવવાનું શરૂ થઈ ગયું છે. સ્થિતિ એ હદે વકરી છે કે, દેશમાં કોરોનાના દર્દ્દીઓ (Corona Patient) ની સંખ્યા 90 લાખને પાર પહોંચી ગઈ છે. આ મહામારીના ખાતમાને લઈને સૌથી મોટી આશા એવી કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. વેક્સીન બનાવતી કંપનીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institutes Of India) ના જણાવ્યા પ્રમાણે કોરોનાની વેક્સીન 2021ના ફેબ્રુઆરી મહિના સુધીમાં જ આવી જશે. તેમણે કોરોનાની વેક્સીનની અંદાજીત કિંમત પણ જાહેર કરી દીધી હતી.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institutes Of India) ના CEO આદર પૂનાવાલા (Adar Poonawala)એ કહ્યું હતું કે, સ્વાસ્થ્યકર્મીઓ, વૃદ્ધો માટે ઓક્સફોર્ડ કોરોનાની વેક્સીન આગામી વર્ષે ફેબ્રુઆરી મહિના સુધી બજારમાં લાવી દેશે. જ્યારે દેશના તમામ નાગરિકો માટેની વેક્સીન એપ્રિલ મહિના સુધીમાં આવી જશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, દેશના સામાન્ય લોકો માટે જરૂરી એવા વેક્સીનના બે ડોઝની મહત્તમ કિંમત 1 હજાર રૂપિયા હશે પણ ટેસ્ટના અંતિમ પરિણામો અને નિયામકની મંજુરી પર બધુ નિર્ભર રહેશે. પૂનાવાલાએ એક એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે, 2024 સુધી દરેક ભારતીયને વેક્સીન લાગી ચુકી હશે.

દરેક વ્યક્તિને ક્યાં સુધી લગાવી દેવાશે કોરોનાની રસી

આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, ભારતના દરેક વ્યક્તિને કોરોનાની રસી લગાવવામાં બે કે ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તે પણ પુરવાઠાની ઉણપ નહીં પણ આર્થિક બજેટ, રસી, જરૂરી સામાન, માળખાગત સુવિધાની જરૂર છે અને ત્યાર બાદ આ રસી માટે લોકોને રાજી કરવા એ પણ એક મોટો પડકાર બની રહેશે. આ રસી 80 થી 90 ટકા લોકોને કોરોનાની વેક્સીનની જરૂર પડશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વેક્સીનને લઈને કહ્યું કે…

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું હતું કે, ભારતમાં વેક્સીનની વહેંચણી વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવશે. આપણા દેશની વસ્તી 135 કરોડ છે. આતલી મોટી વસ્તી માટે આટલા મોટા પ્રમાણમાં વેક્સીન પુરી પાડવી રસળ નહીં રહે. જુલાઈથી ઓગષ્ટ 2021 સુધી આપણી પાસે 400-500 મિલિયન વેક્સીનના ડૉઝ ઉપલબ્ધ હશે. હજી અનેક કંપનીઓમાં વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here