કોરોનાની સારવારને લઈને સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, કહ્યું બધાને દવા લખવાની પરવાનગી ન આપી શકાય કેમ કે…

0
60

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે દરેક લોકોને દવાઓ લખવાની પરવાનગી ન આપી શકાય. મુખ્ય અદાલતે કોરોનાને લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવાના નામ પર આયુષના ડોક્ટરોને સરકાર પાસે મંજૂર મિશ્રણ અને દવાઓ લખવાની પરવાનગી આપવા કેરળ હાઈકોર્ટે આદેશની વિરુદ્ધ સુનવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, જજ આર. સુભાષ રેડ્ડી અને જજ એમ આર શાહની પેનલે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આદેશ આપ્યો છે કે હાઈકોર્ટના 21 ઓગસ્ટના આદેશની વિરુદ્ધ અપીલમાં તેઓ એક અઠવાડિયાની અંદર સોગંદનામુ રજૂ કરે.

  • શું આયુષ મંત્રાલયના આ અંગે કોઈ દિશા નિર્દેશ છે -કોર્ટ
  •  આદેશની વિરુદ્ધ અપીલમાં તેઓ એક અઠવાડિયાની અંદર સોગંદનામુ રજૂ કરે- કોર્ટ
  • કોઈ પણ દવા લખવાની પરવાનગી ન આપી શકાય

સુપ્રીમ કોર્ટે તુષાર મહેતા પાસે જાણવા માંગ્યું કે શું આયુષ મંત્રાલયના આ અંગે કોઈ દિશા નિર્દેશ છે. મહેતાએ કહ્યું કે તેઓ આ અંગે દિશા -નિર્દેશને રેકોર્ડ પર લાવશે. પીઠે પોતાના આદેશમાં કહ્યું કે વિનંતીના રુપે એક અઠવાડિયાનો સમય આપવામાં આવે. એક અઠવાડિયા બાદ લિસ્ટેડ કરવામાં આવે.

આ મામલામાં સુનવણી દરમિયાન પેનલે ટિપ્પણી કરી કે દરેકને કોઈ પણ દવા લખવાની પરવાનગી ન આપી શકાય અને બની શકે કે રોગપ્રતિકારક શક્તિ  વધારવામાં તેનો ઉપયોગ થાય પણ તેનાથી સારવાર ન થઈ શકે. હાઈકોર્ટની એ અરજીને ફગાવતા આદેશ આપ્યો હતો જેમાં આયુષ મંત્રાલયે 6 માર્ચની અધિસૂચનાના અનુરુપ હોમ્યોપેથી ચિકિત્સકોને કામ કરવાની તત્કાલ અનુમતિ આપવાનો રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.

અધિ સૂચનામાં કહેવામાં આવ્યુ છે કે રાજ્ય સરકાર કોરોની વિરુદ્ધ હોમિયોપેથી પદ્ધતિ અનેબીજી મેડિકલ પદ્ધતિનો ઉપયોગ પોતાની રીતે કરી શકે છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં આ તથ્યોનો ઉલ્લેખ કર્યો હતો. આયુષ મંત્રાલયની સલાહનું સરકાર અનુકરણ કરી રહી છે અને પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે તે લોકોને મફતમાં ગોળીઓ આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here