ચીને દાવો કર્યો છે કે કોરોના વાયરસ વુહાન શહેરમાં ફેલાયો તે પહેલાં ઈટલીમાં ફેલાઈ ચૂક્યો હતો. તેઓએ એ દાવો પણ કર્યો કે કોરોના વુહાનથી ફેલાયો છે પણ આ આરોપ ખોટો સાબિત થયો છે. ચીની પ્રવક્તાના કોરોના અધ્યયન સાથે જોડાયેલા આ દાવાને વૈજ્ઞાનિકોને ખોટા ઠેરવ્યા છે.
- વુહાનથી નથી ફેલાયો કોરોના વાયરસ
- ઈટલીમાં પહેલાં ફેલાયો હતો કોરોના વાયરસ
- ચીની દાવાને વૈજ્ઞાનિકે આાપ્યો પડકાર
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિલિઆને કહ્યું કે એક શોધમાં જાણવા મળ્યું છે કે વાયરસના સ્ત્રોતનો પ્રશ્ન એક જટિલ મુદ્દો છે અને તે અનેક દેશોમાં વિકસિત થઈ ચૂક્યો છે. વૈજ્ઞાનિકોએ ચીની પ્રવક્તાના કોરોનાના દાવાને ખોટો ઠેરવ્યો છે. શોધમાં ચીનથી કોરોના ફેલાવવાની શક્યતાને નકારી છે. તેઓએ કહ્યું કે કોરના ફેલાવવાની જાહેરાત કરવામાં મોડં કરાયું એટલે જાણી શકાયું નહીં કે કોરોના ક્યાંથી અને કેવી રીતે ફેલાયો છે.
અહીંથી ફેલાયો હતો કોરોના વાયરસ
કોરોના વાયરસ ચૂપચાપ રીતે ચીનમાં ફેલાઈ રહ્યો હતો અને વૈજ્ઞાનિકે કહ્યું કે કોરોના વાયરસ ચૂપચાપ રીતે ચીનમાં ફેલાયો હતો અને પછી અનુમાનથી ક્યાંક વધારે કે પહેલાં પ્રસાર થયો હતો. તેઓએ કહ્યું કે ચીનના ઉત્તરી ઈટલીની સાથે વધુ ધનિષ્ઠ સંબંધ છે. પહેલી વાર એવું નથી થયું જ્યારે ચીની પ્રવક્તાના અન્ય દેશો સાથે કોરોના ફેલાવવા માટે જવાબદાર ઠરાવવાનો પ્રયાસ કર્યો છે.
કોરોના મહામારીથી અત્યારસુધીમાં સાડા પાંચ કરોડ લોકો સંક્રમિત થયા છે અને 13 લાક લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયાઈ નેશનલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ મેલબર્નના શોધમાં કહેવાયું છે કે ઓગસ્ટના સમયે 15 દેશમાં સંક્રમણના કેસની સરખામણીમાં 6.2 ગણી વધારે હતી.
અનેક દેશમાં સંક્રમણની પુષ્ટિ કરાઈ છે અને સંક્રમણની તુલનામાં વધુ છે. બ્રિટનમાં 54 લાખથી વધુ લોકો એટલે કે 8 ટકા આબાદી કોરોના વાયરસથી વધારે સંક્રમિત થઈ ચૂકી છે.