મંત્રી કાનાણીના દીકરા સાથે માથાકુટને પગલે રાજીનામુ આપી દેનાર કોન્સ્ટેબલ સુનિતા યાદવના સપોર્ટમાં સોશિયલ મીડિયા

0
1785

સુરતઃ  ફિલ્મોમાં નેતાઓ અને તેમના સંબંધીઓ પર પણ આકરા પગલા લેતા પોલીસ કર્મચારી કે અધિકારી બનેલા હીરો પર લોકો સીટીઓ અને તાળીઓ વગાડતા હોય છે, જ્યારે આવી જ કોઈ ઘટના ખરેખરમાં બને ત્યારે લોકો તેના કરતાં વધુ આક્રમક રીતે પોતાના મંતવ્યો રજુ કરતાં હોય છે. સુરતમાં આવી જ એક ઘટના બની હતી. જેમાં કોન્સ્ટેબલ સુનિતા યાદવે માસ્ક ન પહેરીને ગાડીમાં બેસેલા કેટલાક લોકોને અટકાવ્યા જે મામલામાં મંત્રી કુમાર કાનાણીનો દિકરો વચ્ચે પડ્યો હતો. તેમની વચ્ચે થયેલી આક્રમક વાતચિનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. જેને કારણે હવે મંત્રીના દિકરાને સોશિયલ મીડિયામાં ફીટકાર અને સુનિતા યાદવ કે જેણે રાજીનામું પણ ધરી દીધું છે તેમને ટેકો મળી રહ્યો છે.

સુરતમાં એક ઓડિયો વાયરલ થયો જે સોશિયલ મીડિયા મેસેજ મુજબ, હેડક્વાર્ટરમાં ફરજ બજાવીત મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે ગુરુવારે રાત્રે હીરાબજાર ખાતે એક કારમાં માસ્ક વગર ફરતાં 5 લોકોને કર્ફ્યૂના ભંગ બદલ અટકાવ્યા હતા. આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહિ પહેર્યુ હોવાને લઈને તેમને જાણકારી આપી રહ્યા હતા ત્યારે આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા, અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા. તે મામલામાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો. જોકે પોલીસની ફરજમાં વિક્ષેપ બદલ કાર્યવાહીને બદલે ઉલ્ટાનું ઉચ્ચ અધિકારીએ મહિલા કોન્સ્ટેબલને ખખડાવી નાખ્યા હતા. જેને લઈને આ મહિલા કર્મચારી દ્વારા ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે તેવી વિગતો મળી રહી છે.

સોશિયલ મીડિયામાં રાજીનામું ન સ્વિકારવાની માગ ઉઠી
હેશટેગ I support sunita yadavના નામે ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લોકો ધન્ય છે એ લેડી કોન્સ્ટેબલ #સુનિતા_યાદવ કે જેમણે નેતાઓની  ના સ્વીકારીને પોલીસની નોકરીમાંથી જ #રાજીનામુ આપી દીધું…,દિલ થી સેટ્યુટ તેવું ટ્વીટ કરી રહ્યા છે. સાથે જ અહીં તસવીરમાં એક પત્ર દર્શાવ્યો છે તે પત્રમાં પણ રાજીનામું ન સ્વિકારવાની માગ સાથે તે પત્રને પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. વાયરલ પત્રમાં મહિલા કોન્સ્ટેબવને ગમે તેવા શબ્દો બોલનાર ધારાસભ્યના પુત્ર સામે એપેડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરવા પણ કહ્યું છે.