ગંભીર દર્દીઓ માટે પણ અમદાવાદમાં ખાલી નથી બેડ ! 1800ને ઘરે જ આપવા પડ્યા ઈન્જેકશન : સૂત્ર

0
69

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ખૂબ જ સ્ફોટક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે જે બાદ હવે સરકાર પર ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.

  • હોસ્પિટલમાં ખાલી બેડના દાવા વચ્ચે મોટા સમાચાર
  • 1800 જેટલા ગંભીર દર્દીઓને ઘરે અપાઇ કોરોના સારવાર: સૂત્ર
  • ઘરે આઇસોલેટ કરી રેમડેસિવિરના ઇન્જેક્શન અપાયાઃ સૂત્ર

અમદાવાદમાં કોરોના મુદ્દે સૌથી સ્ફોટક સમાચાર

અમદાવાદમાં કોરોના વાયરસના વિસ્ફોટ બાદ કર્ફ્યું લાગુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીની સિઝનમાં જામેલી ભીડમાં કોરોના વધતો રહ્યો છે ત્યારે તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હતું. અમદાવાદની મોટી મોટીબજારમાં ખરીદી માટે લોકો નિયમભંગ કરતા રહ્યા અને તંત્રએ કંઈ ધ્યાન ન આપ્યા બાદ હવે વિકેન્ડ કર્ફ્યું લાગુ કરવા જઈ રહ્યા છે.  

હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી ઘરે આઇસોલેટ કરાયાઃ સૂત્ર

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધતા તંત્ર દ્વારા વારંવાર દાવા કરવામાં આવી રહ્યા છે કે હોસ્પિટલમાં પૂરતા બેડ છે અને ચિંતા કરવાની જરૂર નથી જ્યારે બીજી તરફ હકીકત તો અલગ  જ ઈશારો કરી રહી છે.  


સ્થિતિ ગંભીર થતા હોસ્પિટલમાં બેડ વધારવાનો લેવાયો નિર્ણય

અમદાવાદમાં હાલત એ હદે ખરાબ થઇ ગઈ છે કે હવે જે દર્દીઓ ગંભીર છે તેમના માટે પણ હોસ્પિટલમાં જગ્યા નથી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અમદાવાદમાં 
1800 જેટલા ગંભીર દર્દીઓને હોસ્પિટલની જગ્યાએ ઘરે જ સારવાર આપવામાં આવી. આ દર્દીઓને ઘરે જ આઇસોલેટ કરી રેમેડિસિવિરના ઇન્જેક્શન અપાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.  

સરકાર અને તંત્ર કોરોનાની સાચી સ્થિતિ છૂપાવી રહ્યું છે

અમદાવાદમાં કોરોના વાયરસના જે કેસ સામે આવી રહ્યા છે તેમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાઈ રહ્યું છે અને એવામાં તંત્ર અને સરકાર કોરોનાની સ્થિતિને છુપાવવા માટે ગંભીર દર્દીઓને પણ ઘરે જ સારવાર આપી રહ્યા હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે.  અમદાવાદમાં જ્યાં લોકો જ્યાં એક તરફ લોકો મોતની તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારની આ કામગીરી પર ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here