ઓક્સફોર્ડની રસીએ કરી બતાવી કમાલ, ઉંમરલાયક લોકો પર પણ દેખાડી સકારાત્મક અસર

0
97

વકરતી કોરોના (Corona Vaccine) મહામારી વચ્ચે વેક્સીન (Veccine)ને લઈને રાહતભર્યા સમાચાર આપ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) ની કોરોના વાયરસ વેક્સિને વૃદ્ધો પર પણ સકારાત્મક અસર દેખાડી છે. આ વેક્સીનની કોઈ પણ પ્રકારની આડ અસર પણ જોવા મળી નથી.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીને (Oxford University Vaccine) 56 થી 70 વર્ષથી વધુ ઉંમરના સ્વસ્થ લોકોમાં ઇમ્યૂન રિસ્પોન્સ (Immunogenicity) પેદા કર્યો છે. એક અહેવાલ પ્રમાણે 560 સ્વસ્થ લોકો પર કરવામાં આવેલા અભ્યાસનો ડેટાપબ્લિશ થયો છે. તેમાં ChAdOx1 nCoV-19 વેક્સિનને સુરક્ષિત ગણાવવામાં આવી છે.

સામાન્ય રીતે કોરોના વાયરસ ઉંમરલાયક લોકો માટે જીવલેણ સાબિત થાય છે. પરંતુ રિસર્ચર્સનું કહેવું છે કે આ પરિણામ ઉત્સાહનજક છે. માટે કોઈ એવી વેક્સિન હોવી જોઈએ જે વધુ ઉંમરના લોકો માટે અસરકારક હોય. ઓક્સફોર્ડ વેક્સિન ગ્રુપ સાથે જોડાયેલા ડોક્ટર મહેશી રામાસામીએ વધુ ઉંમરના લોકોમાં વેક્સિનના સારા પરિણામો પર ખુશી વ્યક્ત કરી છે. બ્રિટન ઓક્સફોર્ડ યુનિવર્સિટીની આ વેક્સિનના 10 કરોડ ડોઝનો પહેલા ઓર્ડર આપી ચુક્યુ છે.

સંશોધકોની ટીમ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું ત્રીજા તબક્કાના વ્યાપક પરીક્ષણમાં આ વેક્સિન લોકોમાં COVID-19ને વિકસિત થવાથી રોકે છે? રામાસામીએ કહ્યું હતું કે, અમને એ વાતનો આનંદ છે કે, અમારી રસી ન માત્ર વધુ ઉંમરના વ્યસ્કો માટે પણ સારી ઉપયોગી છે, પરંતુ તેણે યુવા વોલેન્ટિયર્સમાં પણ સમાન રોગ પ્રતિરોધક પ્રતિક્રિયા વિકસિત કરી.

રસીનું AstraZeneca નામની ફાર્મા કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. રસીના બીજા તબક્કાની ટ્રાયલ વિશે ગુરૂવારે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ટ્રાયલમાં સામેલ 18 થી 55 અને 56 થી 79 ઉંમરના તથા 70 વર્ષથી વધુ ઉંમરના સ્વયંસેવકોમાં કોરોના વાયરસનો ખતમો કરવાની સમાન એન્ટીબોડી અને ટી કોશિકાઓ જોવા મળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here