કર્ફ્યૂ છે એટલે બેફામ ખરીદી કરવા નીકળી ન પડતા, અમદાવાદમાં અહીં 2 કલાકમાં 25ને કોરોના આવતા મોલ કરાવ્યો બંધ

0
103

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બદથી બદ્દતર થઈ ગઈ છે. શ્યામલમાં પાસે આવેલ ડિ-માર્ટમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. બે કલાકમાં કોરનાના 25 કેસ નોંધાયા છે.

  • અમદાવાદના શ્યામલ સ્થિત ડી-માર્ટ મોલ બંધ
  • ડી માર્ટની બહાર થઈ રહ્યા છે કોરોના ટેસ્ટ
  • 2 કલાકની અંદર 25 કેસ પોઝિટીવ

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ બદથી બદ્દતર થઈ ગઈ છે. શ્યામલમાં પાસે આવેલ ડિ-માર્ટમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. બે કલાકમાં કોરનાના 25 કેસ નોંધાયા છે. 

અમદાવાદમાં કોરોનાને કારણે આજ રાતથી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે ત્યારે લોકો શાકભાજી અને કરિયાણું લેવા ઉમટી પડ્યા હતા. એવામાં મનપા અધિકારીઓ ડિ માર્ટ દોડી ગયા હતા અને મોલ બંધ કરાવ્યો હતો તેમજ ત્યાં હાજર રહેલા લોકોના ટેસ્ટ કરાવાતા 2 કલાકમાં 25 લોકો પોઝિટિવ નોંધાયા હતા. 

આજથી કર્ફ્યુ

રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, મોડીરાત્રે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં ‘સંપૂર્ણ કરફ્યુ’ લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ પણ એક નિર્ણય લેવાયો છે. જેમાં આજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા નિણર્ય કરાયો છે. બેદરકારીથી બહાર ફરતા લોકો સામે કડક વલણ દર્શાવાયું છે. આ અંગે રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે. જોકે શનિ-રવિ 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશે.

AMCનો એકશન પ્લાન

કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. લોકો નિયમોનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. નવી સૂચના ન મળે ત્યા સુધી કરફ્યૂ લાગૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ માટે વધુ 300 ડોક્ટર્સ ફાળવાયા છે.

300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા

CM વિજય રૂપાણી સાથેની  બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના દર્દીઓ માટે કુલ 800 વધુ બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. 70 ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. 108ની સેવામાં પણ વધારો કરાયો છે. 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે. તો આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here