અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન AMTSની બસો નહીં દોડે

0
69
  • આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે 9 વાગ્યા સુધી AMTSની બસો શહેરમાં નહીં દોડે

અમદાવાદમાં કોરોનાના કેસો વધવાને કારણે રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યૂને કારણે શહેરમાં પ્રવેશતી ST બસો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે AMTSની બસો પણ શહેરમાં આજથી રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી નહીં દોડે. તે ઉપરાંત સોમવારથી રાત્રિ દરમિયાન પણ AMTSની બસો નહીં દોડે. જો સરકાર તરફથી સૂચના મળશે તો એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્પેશિયલ કેસમાં બસો મુકવામાં આવશે. એવો AMTS દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અનલૉક-05 દરમિયાન સરકારે શહેરોમાં સીટી બસ સેવા ચાલુ કરવાની મંજુરી આપી હતી. ત્યાર બાદ હવે અમદાવાદમાં ફરીવાર કરફ્યૂને કારણે AMTS બસની સેવા બંધ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here