અમદાવાદ બાદ આ શહેરોમાં પણ ગમે તે ઘડીએ લાગી શકે છે કરફ્યૂ, જાણો ક્યા શું છે પરિસ્થિતિ

0
87

દિવાળી તહેવારો દરમિયાન બજારોમાં ભારે ભીડના કારણે કોરોના સંક્રમણ વકરતા કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થયો છે. કેસોમાં વધારો થતાં અમદાવાદમાં પણ આજ રાતથી કરફ્યૂ આપી દેવામાં આવ્યો છે ત્યારે હવે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કરફ્યૂ આપવાને લઇને વિચારણા કરવામાં આવી રહી છે. રાજકોટમાં સાંજ સુધીમાં કરફ્યૂ અંગે નિર્ણય લેવાઇ શકે છે.

કોરોનાના કેસ વધતા રાજકોટ, સુરત અને વડોદરામાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે રાજકોટમાં કરફ્યૂ અંગે સાંજ સુધીમાં નિર્ણય લેવાઇ શકે છે. સ્ટેટ લેવલના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે, સાથે જ જણાવ્યું હતું કે રાજકોટથી અમદાવાદ જતી ST બસો પણ બંધ કરવામાં આવી છે.

રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે કોરોના કેસમાં વધારો થતા હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકડાઉન આપવામાં આવશે નહીં. તેમજ કહ્યું હતું કે રાજકોટના નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. આ સિવાય વડોદરમાં પણ કરફ્યૂ લગાવવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરત પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે બેઠક શરૂ થઇ છે. સુરતમાં વધી રહેલા કોરોના વચ્ચે કયા વિસ્તારમાં ભીડ અને બંધ કરવા જેવા છે તેને લઇને ચર્ચા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here