એન્કાઉન્ટર અગાઉ વિકાસને જેલ જવાનો-જામીન મળવાનો વિશ્વાસ હતો; રાજસ્થાનના CMને બકરા મંડી જેવી રાજનીતિ સામે વાંધો

0
568

1. વિકાસ દુબેના અંતિમ 12 કલાક 
ગામનો કોઈ ગુંડો ગેંગસ્ટર બની જાય અને ખાદીધારી તેને હવા આપે તો તે ત્રણ વર્ષમાં 10 દેશની યાત્રા પણ કરી શકે છે. એવા પણ સમાચાર છે કે બિકરુ ગામના ગેંગસ્ટર વિકાસ દુબેની ઓળખ બેંગકોક અને દુબઈ સુધી હતી. તેણે કરોડો રૂપિયાનું રોકાણ પણ કરી રાખ્યુ હતું…. અને તે એકલો જ ન હતો, હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના લખનઉ ઝોને તપાસ હાથ ધરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવી શકે છે. આશરે 60થી વધારે કેસમાં અપરાધી રહેલા વિકાસ પર આ કાયદા હેઠળ કેસ બાકી છે.

હવે કેટલીક એવી માહિતી જે અમારા રિપોર્ટર્સે જણાવી છે….
 અગાઉ-જ્યારે યુપી પોલીસ વિકાસને કાનપુર લઈ ગઈ હતી તે રાત્રે તે જાગતો રહ્યો હતો. પૂછપરછમાં તેણે અનેક મોટા નામની કબૂલાત કરી હતી. એવા નામો કે જેમને સાંભળીને પોલીસ દંગ રહી ગઈ હતી. તેણે કોના નામ લીધા હતા તે અંગે જાણી શકાયુ નથી. પણ તે વારંવાર પૂછતો હતો કે શું તેને જેલ જ મોકલશોને? પછી તે બોલ્યો- કેટલાક મહિના કે વર્ષમાં મને જામીન મળી જશે. હસીને કહેતો હતો કે ગુસ્સામાં જ મારાથી બિકરુંમાં આ કાંડ થઈ ગયો. 

બીજી સ્થિતિ- બિકરું ગામમાં શનિવારે જ્યારે ભાસ્કરની ટીમ પહોંચી તો 150 પોલીસ કર્મચારીઓ સાથે RAFની એક ટીમ ફરજ પર ગોઠવવામાં આવેલી જોવા મળી. ગામના લોકોમાં ડર જોવા મળતો હતો. ગામ અને આજુબાજુના વિસ્તારોના 500થી વધારે લોકોના ફોન સર્વિલન્સ પર છે.
 2. રાજસ્થાનની રાજનીતિમાં નવું દંગલ 
ઘણો થયો વિકાસ (દુબે), હવે ચર્ચા રાજનીતિની પણ કરી લઈએ. વાત રાજસ્થાનની છે. અહીં સત્તામાં કોંગ્રેસ છે. કોમ્બિનેશન લગભગ મધ્ય પ્રદેશ જેવું જ હતું. એટલે કે MPમાં કમલનાથ અને સિંધિયા, તો રાજસ્થાનમાં ગહલોત અને પાયલટ, તફાવત એટલો હતો કે સિંધિયા સરકારમાં ન હતો, જ્યારે પાયલટ ડેપ્યુટી CM છે. એવી પણ માહિતી આવી રહી છે કે ગહલોત સરકાર પાડવાનું ષડયંત્ર સામે આવ્યુ છે.
એવું પણ માનવામાં આવે છે કે સિંધિયાને મધ્ય પ્રદેશમાં શક્તિ મળી અને કોંગ્રેસની સત્તા ઉડાવી શિવરાજની સરકાર બનાવી દીધી, તેનાથી રાજસ્થાનના કેટલાક લોકોને પ્રેરણા મળી. રાજસ્થાન સરકારના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના મતે જે લોકો ધારાસભ્ય ખરીદવાનો પ્રયત્ન કરતા હતા, તેમણે નવી સરકાર પણ બનાવી દીધી હતી અને આ મારફતે તેઓ બે હજાર કરોડ રૂપિયા સુધી કમાણી કરી લેવા અંગે વિચાર પણ કરતા હતા….અને તેઓ એમ પણ કહેતા હતા કે CM અને ડેપ્યુટી CM ઝઘડતા રહે અને તેનાથી સરકાર પાડી દેવામાં સરળતા રહેશે.

શુક્રવાર રાત્રે કોંગ્રેસના 24 ધારાસભ્યોએ એક સંયુક્ત નિવેદન જારી કરી તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. બીજી બાજુ ભાજપ કહે છે કે ષડયંત્ર તો અમારી સામે થઈ રહ્યું છે. આજે અશોક ગહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ગોવા, મણિપુર, મધ્ય પ્રદેશના ઉદાહરણ આપી કહ્યું કે બકરા મંડીમાં જે રીતે બકરા વેચાય છે તે આ પ્રકારની રાજનીતિ થઈ રહી છે.
 3. સ્વામીનો આરોપ
સુબ્રમણ્યમ સ્વામી ભાજપના નેતા છે. તેઓ પોતાના દાવા અને આરોપથી સૌ કોઈને આશ્ચર્ય પમાડે છે. તેમણે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની CBI તપાસની માંગ કરી છે. સ્વામીએ એક ટ્વિટમાં બોલીવૂડના ત્રણેય ખાન-સલમાન, શાહરુખ અને આમિરને થ્રી મસ્કેટિયર્સ ગણાવ્યા. તેમણે એમ પણ પૂછ્યું કે સુશાંતના કેસમાં ત્રણેય શાં માટે ચૂપ છે?

 અલબત, તેમણે બીજા ટ્વિટમાં પણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ત્રણેય ખાનનું ભારત અને વિદેશોમાં ખાસ કરીને દુબઈમાં રહેલી સંપતિની તપાસ થવી જોઈએ. આખરે તેમને કોણે બંગલા ભેટ-સોગાદમાં આપ્યા છે? તેમણે કેવી રીતે સંપત્તિ ખરીદી? તપાસ કોની પાસે કરાવવી જોઈએ તે પણ તેમણે કહ્યું છે.તેમણે ED, ઈન્કમ ટેક્સ અને CBI પાસે તપાસ અંગે સૂચન કર્યું.

4. આજે રવિવાર છે, કેરિયર અંગે વિચાર કરીએ 
કેરિયરની વાત એટલા માટે કારણ કે ટેરોકાર્ડ્સ કહે છે કે 12 પૈકી 9 રાજી માટે રવિવારનો દિવસ કેરિયર માટે ખૂબ જ સારો છે. તમે નવી નોકરી માટે અરજી કરી શકો છો. જૂના ઈન્વેસ્ટમેન્ટનો ફાયદો મળી શકે છે.

 હવે જ્યોતિષની વાત કરીએ. જ્યોતિષના મતે રવિવારે મીન રાશિમાં હાલમાં ચંક્રમા પર શનિની દુષ પ્રભાવ છે. તેનાથી મેષ, કન્યા, તુલા, વૃષિક, મકર, કુંભ અને મીન રાશિવાળા લોકોએ દિવસ દરમિયાન સાવધાની રાખવી.
 5. તમારા માટે સમાચાર અને ….કદાંચ તેને વાંચવાનું પસંદ કરશો..

– પાકિસ્તાનમાં હિંદુ-શિખોની સ્થિતિ

ગયા મહિને પાકિસ્તાનની ઈમરાન સરકારે રાજધાની ઈસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર બનાવવાની મંજૂરી આપી હતી. તે ઈસ્લામાબાદનું પહેલુ મંદિર બનેત…પણ કટ્ટરપંથીઓએ તેની નિર્માણ પામી રહેલી દિવાલો તોડી નાંખી. પાકિસ્તાનમાં હિન્દુ-શિખોના ધાર્મિક સ્થાનોની ખરાબ સ્થિતિ છે. વિભાજન સમયે પાકિસ્તાનમાં 428 મંદિર હતા. તે પૈકી 408 મંદિરને દુકાનો કે ઓફિસમાં તબદિલ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં પ્રત્યેક વર્ષ મોટી સંખ્યામાં હિંદુ છોકરીઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવામાં આવે છે.

 -UPના 5 મોટા એન્કાઉન્ટર 
UPના શ્રીપ્રકાશ શુક્લા શાર્પ શૂટર અને સોપારી કિલર નામથી જાણિતો હતો. એવી પણ માહિતી છે કે શ્રીપ્રકાશે એક મુખ્યમંત્રીની હત્યા કરવા સોપારી લીધી હતી. ગર્લફ્રેન્ડના મોબાઈલના સર્વિલન્સ પર હોવાથી પોલીસ તેના સુધી પહોંચી અને એન્કાઉન્ટર કર્યું. રમેશ કાલિયા પણ એક સમયે મોટો ગેંગસ્ટર હતો. પોલીસની ટીમ જાનૈયા બનીને ત્રણ અલગ-અલગ ગાડીઓમાં બેસીને તેના સુધી પહોંચી હતી. એવી જ રીતે ઘનશ્યામ કવટ UPનો ગુંડો હતો. તેના એન્કાઉન્ટરનું લાઈવ ટેલિકાસ્ટ થયું હતું.

-શું બોલ્ટનું પુનરાગમન થશે?
….અને જતા-જતા 11 વખતનો વિશ્વ ચેમ્પિયન જમૈકાનો ઉસૈન બોલ્ટ વિશે. ફક્ત 9.58 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરવાનો રેકોર્ડ બનાવનાર 33 વર્ષના બોલ્ટ નિવૃત થવાના નિર્ણયને બદલી શકે છે. તેણે વર્ષ 2017માં નિવૃતિ લીધી હતી. 3 ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ તેના નામે છે. તે કહે છે કે તેમના ભૂતપુર્વ કોચ ગ્લૈન મિલ્સ કહેશે તો તે ટ્રેક પર પરત ફરી શકે છે. 200 મીટર દોડ 19.19 સેકન્ડમાં રેકોર્ડ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here