આ રાજ્યમાં લવ જેહાદ પર બનશે કાયદો, ગૃહ મંત્રાલયે કાયદા મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ

0
85

ઉત્તર પ્રેદશમાં જલ્દી લવ જેહાદ પર કાયદો બનાવવામાં આવશે. ગૃહ મંત્રાલયે કાયદા મંત્રાલયને પોતાનો પ્રસ્તાવ મોકલ્યો છે. વલ્લભગઢમાં કથિત લવ જેહાદની આડમાં યુવતીની હત્યા બાદ ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને કર્ણાટકે એલાન કર્યુ હતું કે અમે નવો કાયદો બનાવીશું. જેથી કાયદામાં લોભ, લાલચ, દબાણ, ધમકી અથવા લગ્નની લાલચ આપવાની ઘટનાઓ રોકી શકાય.

  • માત્ર લગ્ન કરવા માટે ઘર્મ પરિવર્તન કરવુ ગેરકાયદેસર ગણાશે
  • ને ફરી આવું કોઈ કૃત્ય કરશે તો તેને દંડ આપી શકાય
  • ફક્ત લગ્ન અથવા બહુ પત્નીત્વની સુવિધા માટે ધર્મપરિવર્તન કરવું ગેરકાયદેસર

સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ હતું કે જેમ કે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું છે કે માત્ર લગ્ન કરવા માટે ઘર્મ પરિવર્તન કરવુ ગેરકાયદેસર ગણાશે. પ્રદેશ સરકારે આ બાબત પર કડક જોગવાઈ વાળો કાયદો લાવશે અને ફરી આવું કોઈ કૃત્ય કરશે તો તેને દંડ આપી શકાય.

વીએચપીએ આપી સલાહ

– ધર્મ પરિવર્તન કરતા પહેલા રાજ્ય સરકાર અને પ્રશાસને એક નિશ્ચિત સમય પહેલા નોટિસ આપવી પડશે. જેથી સરકારી આંકડામાં એક એક બાબતો નોંધાય.
-પોત પોતાના ઘરના લોરોને સૂચના આપવી ફરજિયાત છે. જેથી તેમની તરફથી સાવધાની વર્તી શકાય. આ સાવધાની કાયદાકીય અને વિરાસત અથવા વસિયત સંબંધિત, નૈતિક અથવા પછી પારિવારીક પણ હોઈ શકે છે.
-ફક્ત લગ્ન અથવા બહુ પત્નીત્વની સુવિધા માટે ધર્મપરિવર્તન કરવું ગેરકાયદેસર છે. આની સજા પણ નામ માત્રની નહીં પણ કડક હોય એટલે કે પોતાની આસ્થાનો માર્ગ પસંદ કરવાની સંવૈધાનિક સ્વચ્છંદતા હોય પણ એક કાયદાકીય પ્રક્રિયા હેઠળ. ફક્ત મૌખિક જામા ખર્ચ ન હોય પરંતુ સંપૂર્ણ કાયદેસરના હિસાબથી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here