દરેક સિઝનમાં ટોપ પર રહેતો રિયાલીટી શૉ Bigboss-14 કેમ છે TRP રેસમાંથી બહાર, જાણો કારણ

0
86

ટીવીનો સૌથી પોપ્યુલર અને કોન્ટ્રોવર્સીયલ શૉ બિગબોસ સિઝન-14 TRP માટે લડી રહ્યો છે. 3 ઓક્ટોબરે શરૂ થયેલો આ શૉ હજુ સુધી ટોપ-5 સુધી પણ નથી પહોંચી શક્યો. કેટલીક ભૂલોને કારણે આ શૉ ટીઆરપી રેસમાંથી બહાર છે. તો આવો જાણીએ કઇ 10 ભૂલના કારણે ટોપ-5 સુધી પણ નથી પહોંચી શક્યો આ શૉ.

  • બિગબોસ કેમ ટીઆરપી રેસમાંથી બહાર
  • શું સુશાંત ફેક્ટર કરી રહ્યો છે અસર ?
  • સલમાન ખાન પર નારાજગી છે કારણ?

પોપ્યુલર કન્ટેસ્ટન્ટની અછત
રુબિના દિલાઇક જ એક એવી કન્ટેસ્ટન્ટ છે જેની પોપ્યુલારીટી સૌથી વધારે છે. તો બીજી એઝાઝ ખા અને કવિતા કૌશિક જેવા એક્ટર ઘણા જુના થઇ ગયા છે માટે તેમના માટે ક્રેઝ ઓછો થઇ ગયો છે. 

નેપોટીઝમ
  સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં નેપોટીઝમનો મુદ્દો ખુબ ચગ્યો હતો. શૉ શરૂ થયા પહેલા જ સોશ્યલ મિડીયા પર  ખળભળાટ મચી ગયો હતો કે મેકર્સ નેપોટીઝમ ફેલાવી રહ્યા છે. 


ફેક લવ સ્ટોરી

બિગબોસમાં પવિત્રા પુનિયા અને એઝાઝ ખાનની લવ સ્ટોરીને લોકો બકવાસ કહી રહ્યા છે અને લોકો કહી રહ્યાં છે કે ફૂટેજ મેળવવા માટે આ લોકો લવ ગેમનું નાટક કરી રહ્યાં છે. 

સુશાંત ફેક્ટર 
સુશાંતની મોત બાદ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો, લોકોએ મેકર્સ પર આરોપ લગાવ્યો હતો કે આઉટસાઇડર્સ સાથે ભેદભાવ કરવામાં આવે છે. સલમાન પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. 

કન્ટેસ્ટન્ટ સાથે ભેદભાવ
બિગબોસમાં શરૂઆતથી જ મેકર્સ પર ભેદભાવનો આરોપ લાગી રહ્યો છે, ફેન્સ દાવો કરી રહ્યાં છે કે મેકર્સ રુબિકા અને તેના પતિ અભિનવની છબિ ખરાબ કરી રહ્યાં છે. 

ઓનએર આવવાનો સમય
બિગબોસ-14 સોમવારથી શુક્રવાર રાત્રે 10.30 વાગે કલર્સ ટીવી પર આવે છે. મોડી રાતનો સ્લોટ મળવાને કારણે બિગ બોસ-14ની ફેન ફોલોઇંગમાં ઘટાડો થઇ રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here