કોરોના વાયરસથી એક પૂરી પેઢીનું ભવિષ્ય જોખમમાં

0
96

રસીકરણ સહિતની સુવિધા નહીં સુધરે તો ર0 લાખ બાળકો એક વર્ષમાં મોતને ભેટશે:રસીકરણ, આવશ્યક સેવાઓમાં ખલેલ, ગરીબી, શિક્ષણ બંધની ગંભીર અસર પડવા યુનીસેફની ચેતવણી

કોરોના વાયરસથી એક રાહત એ છે કે બાળકોને આ ગંભીર બીમારી વળગવાનું પ્રમાણ થોડુ ઓછુ છે. પરંતુ એનો મતલબ એ નથી કે મૃત્યુ ભયાનક નથી. યુનીસેફે જલ્દી વેકસિન મળવાની આશા સાથેની રિપોર્ટમાં એક પૂરી પેઢીનું ભવિષ્ય સંકટમાં હોવાની ચેતવણી આપી છે. સંયુકત રાષ્ટ્રની આ સમિતિનું માનવુ છે કે બાળકો માટે ખતરો ઘટવાને બદલે વધ્યો છે. કારણકે પુરા વિશ્ર્વમાં આર્થિક સંકટ ચાલી રહયુ છે. 140 દેશમાં કરવામાં આવેલા સર્વે આધારિત રીપોર્ટમાં 3 બાબતો પર લાલબતી ધરવામાં આવી છે. જેમાં મહામારીના સીધા પરીણામ, આવશ્યક સેવાઓમાં રૂકાવટ, વધતી ગરીબી અને અસમાનતાને સામેલ કરવામાં આવેલ છે. રસીકરણ અને આરોગ્ય સહિત તમામ પાયાની સેવાઓમાં રહેલા અવરોધ સુધારવામાં નહીં આવે તો લગભગ ર0 લાખ બાળકો આગામી 1ર મહિનામાં મોતનો શિકાર બની શકે છે અને વધુ ર લાખ હજુ જન્મ લઇ શકે છે.

અહેવાલમાં એવુ પણ જણાવાયુ છે કે શાળાઓ બંધ રાખવાથી વાયરસની ગતી થોડી ધીમી પડી છે. પરંતુ લાંબો સમય શિક્ષણ બંધ રહેવાનું પણ જોખમી છે. 191 દેશના સર્વેમાં કહેવાયુ છે કે શાળાઓ ફરી ખુલવાની સ્થિતી અને કોવીડ-19ના સંક્રમણ દર વચ્ચે કોઇ સીધ્ધો સબંધ નથી. હવે વૈશ્ર્વિક સમુદાય પોતાની પ્રાથમિકતાઓમાં સુધારા લાવે ત્યા સુધીમાં કદાચ યુવા પેઢી પોતાની ક્ષમતા ગુમાવી શકે છે. બાળકો અને શાળાઓ જ સુપર સ્પ્રેડર નથી.


હવે વધુ લાંબો સમય શાળાઓ બંધ રાખવી હિતાવહ નથી. અગાઉ દોઢ અબજ બાળકોનું શિક્ષણ બગડયુ છે અને 46.3 કરોડ બાળકો પાસે ઓનલાઇન શિક્ષણની સુવિધા જ ન હોવાનું ધ્યાન પર આવ્યુ હતુ. જેટલો સમય શાળાઓ બંધ રહેશે એટલો સમય દેશના ભવિષ્યને નુકસાન થશે અને ભવિષ્યમાં નકારાત્મક અસરો વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here