ખુશખબર : દેશમાં પહેલીવાર હર્ડ ઈમ્યૂનિટીના સંકેત મળ્યા, શું કોરોના સંક્રમણની સાંકળ તુટશે? જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું…

0
98

ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે એક નવી જાણકારી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પુણામાં લગભગ 85 ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હર્ડ ઈમ્યૂનિટી બની ગઈ છે. સીધા શબ્દોમાં કહીએ તો આ તમામ લોકોમાં કોરોના સામે લડવાની ક્ષમતા વિકસિત થઈ ગઈ છે. આ વર્ષના સીરો સર્વેમાં ખુલાસો થયો છે કે કેટલાક વિસ્તારમાં મોટાભાગના લોકો પહેલાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

  • આ સ્થિતિમાં બિમારીને ફેલાવતી ચેન તુટી જાય છે
  • આનો મતલબ એ નથી કે કોઈ વ્યક્તિને કોરોનાની સામે લડવાની ક્ષમતા વિકસિત થઈ ગઈ છે
  •  પૂણેમાં 5 ભાગમાં અધ્યયન કરવામાં આવ્યું હતુ

અંગ્રેજી અખબારના જણાવ્યાનુંસાર પૂણેમાં 5 ભાગમાં અધ્યયન કરવામાં આવ્યું હતુ. આ એ વિસ્તારો હતા જ્યાં જુલાઈના મહિનામાં સીરો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યુ હતું કે અહીં લગભગ 51 ટકા લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.  સીરો સર્વેમાં જોવા મળ્યું કે લોકોમાં કોરોનાને લઈને એન્ટીબોર્ડીઝ બની ગઈ છે. આનો મતલબ એ નથી કે કોઈ વ્યક્તિને કોરોનાની સામે લડવાની ક્ષમતા વિકસિત થઈ ગઈ છે. આવું ત્યારે શક્ય બને છે જ્યારે કોઈનામાં ન્યૂટ્રલાઈજિંગ અથવા ફરિ પ્રોટેક્ટિવ બન્યા હોય.

શું છે દાવો?

પૂર્ણેના લોહિયાનગર ભાગમાં ગત કેટલાક મહિનાઓ દરમિયાન મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ મળ્યા હતા. સીરો સર્વેમાં પણ એ જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. પરંતુ છેલ્લા 3 મહિનામાં આ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. અધ્યયન કરનારા એક ડોક્ટર ગગનદીપના જણાવ્યાનુંસાર હાલમાં કન્ફોર્મ એવું ન કહી શકાય કે પુણેમાં કેટલાક લોકોમાં હર્ડ ઈમ્યૂનિટી બની ગઈ છે. પરંતુ આ વાતના સંકેત મળ્યા છે કે દર્દીની સંખ્યા હવે ઓછી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પૂણેમાં 3.44 લાખ કેસ મળ્યા છે.

શું છે હર્ડ ઈમ્યૂનિટી

જો કોઈ બિમારી કોઈ દેશ કે વિશ્વમાં ફેલાય છે તો મનુષ્યની રોગ પ્રતિકારક ક્ષમતા તે બિમારીના સંક્રમણને વધતા રોકવામાં મદદ કરે છે. જે લોકો બિમારથી લડીને સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ ગયા છે. તે એ બિમારીથી ઈમ્ચૂન થઈ જાય છે. એટલે કે તેમનામાં પ્રતિરક્ષાત્મક ગુણ વિકસિત થઈ જાય છે. તેમાં વાયરસનો સામનો કરવાની સક્ષમ એન્ટીબોડીઝ તૈયાર થઈ જાય છે. આ સ્થિતિમાં બિમારીને ફેલાવતી ચેન તુટી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here