સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીવીડ ( શેવાળ) આધારિત પશુ ફીડ ઉમેરણ વિકસાવવામાં આવી છે જેમાં પશુઓમાં રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે ફોર્મ્યુલેશન બનાવાયું છે જેનાથી ગાય અને મરઘાં માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને સાથોસાથ પશુઓમાંથી મિથેન ઉત્સર્જન ઘટાડે છે. સી.એસ.આઇ.આર – સી.એસ.એમ.સી.આર.આઇ દ્વારા સીવીડ ટેકનોલોજી મારફતે પશુ ખોરાક તૈયાર કરવામાં આવ્યો છે જે રૂમીનન્ટ ( શાકાહારી ) પ્રાણીઓમાં મિથેન વાયુ ઉત્સર્જન ની માત્રા ઘટાડે છે. જેના લીધે વૈશ્વિક ઉષ્ણતામાન માં નોંધપાત્ર અસર પડશે.
સીવીડ ને પ્રોસેસ કરીને અને અલગ અલગ સીવીડ માંથી અર્ક કાઢીને આ ઉમેરણ વિકસાવવામાં આવ્યું છે. એક શાકાહારી પાલતુ પ્રાણીઓ એક દિવસનાં 250 થી 500 લિટર મિથેન ઉત્સર્જન કરી શકે છે. મોટાભાગે ગાયો પોતાના મોઢેથી 90% મિથેન ગેસ નું ઉત્સર્જન કરતી હોય છે. બાકીનો ગેસ પાચન બાદ ઉત્સર્જિત કરવામાં આવે છે. ફોર્મ્યુલેશન દ્વારા પ્રાણીઓના વજનમાં પણ વધારો થાય છે. ગાયના દૂધમાં કૅલ્શિયમ નો વધારો પણ જોવા મળ્યો છે.
પ્રાણીઓમાં આંતરડા નું સ્વાસ્થ્ય , સારી ગુણવત્તાના ઈંડા મળવા જેવી સારી બાબતો નોંધાવામાં આવી છે. સીવીડ પર એ રીતે પ્રોસેસ કરવામાં આવી છે જેથી જૈવ સક્રિય ઘટકો સચવાઈ રહે છે. સીવીડ નાં ફોર્મ્યુલેશન ભારત નાં દરિયા કાંઠે જ વિકસાવવામાં આવ્યા છે જે એક ઉદ્યોગને પણ જન્મ આપશે. ભારતની એકવાગરી પ્રોસેસિંગ લિમિટેડ , નવી દિલ્હીને આ ટેકનોલોજી આપવામાં આવી છે.
ખેડૂતોને નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ કરાવામાં આવશે
સેન્ટ્રલ સોલ્ટના ડાયરેક્ટર ડૉ. કનન શ્રી નિવાસને જણાવ્યું હતું કે, સેન્ટ્રલ સોલ્ટની પુરસ્કૃત સીવીડ ની બાયો – સ્ટીમ્યુલેટિંગ ટેકનોલોજી ભારતના ખેડૂતોમાં ખૂબ પ્રચલિત બની છે. આ ટેકનોલોજી કૃષિ ઉત્પાદન વધારે છે. અને ઇફકો દ્વારા વેચાણ પણ થી રહ્યું છે. સી.એસ.આઇ.આર નાં ફ્લેગશીપ નાં એન.એમ.આઇ.ટી.એલ.આઇ દ્વારા બહુવિધ સંસ્થાઓનો સમાવેશ કરીને જાહેર ખાનગી ભાગીદારી નું આ ઉત્તમ ઉદાહરણ છે. આ ઉમેરણ અંતિમ વપરાશકર્તા એટલેકે ખેડૂત સમુદાય સુધી તાત્કાલિક ભવિષ્યમાં ખૂબ ઓછા ભાવ પર ઉપલબ્ધ થશે અને ઘણું ફાયદા મંદ નીવડશે.
સીવીડ માંથી બનાવાયેલ હોવાથી ખૂબ ઓછી કિંમત હશે
સેન્ટ્રલ સોલ્ટના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડૉ. અરૂપ ઘોષના જણાવ્યા અનુસાર સીવીડ નાં અલગ અલગ ફોર્મ્યુલેશન દરેક પ્રકારના મરઘાં માં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ભારતમાં મરઘાં અને પશુ સંશોધન સંસ્થાઓ સાથે મળીને ઉત્પાદનો ની અસરકારકતા જાણવામાં આવી છે. કદાચ પશુ લીકનાં અથવા પાવડર તરીકે બજારમાં ઉપલબ્ધ હશે. સીવીડ માંથી આ ઉમેરણ બનાવવામાં આવ્યું હોવાથી તેની કિંમત ખૂબ ઓછી હશે અને મરઘાં ઉછેર કરતા કે ગાય ભેંસ રાખતા લોકો બજારમાંથી સહેલાઈથી મેળવી શકશે.