દેશનું અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ ઝડપથી દોડશે

0
81

વિશ્વની પ્રખ્યાત રેટિંગ એજન્સીઓ દ્વારા દેશના અર્થતંત્ર વિશેની પોતાની આગાહીઓમાં અને અનુમાનો મા ઘણો બધો સુધારો કરવામાં આવ્યો છે અને આ એજન્સીઓએ નવા અહેવાલમાં હકારાત્મક આગાહી કરીને કહ્યું છે કે જેટલું અનુમાન છે તેના કરતાં વધુ ઝડપથી ભારતનું અર્થતંત્ર દોડશે અને પોતાના વિકાસના માર્ગ પર પાછો ફરશે. મૂડીઝ તેમજ બર્કલે જેવી વિશ્વ વિખ્યાત રેટિંગ એજન્સીઓ દ્વારા દેશના જીડીપી વૃદ્ધિદર ના અનુમાન ખૂબ જ સુધારો કરવામાં આવ્યો છે અને તેમના અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે ભારતના અર્થતંત્રમાં દરેક સેક્ટરમાં હવે ઝડપ દેખાઈ રહી છે અને હળવે-હળવે અર્થતંત્ર કોવિડ પહેલાના લેવલ તરફ આગળ વધે છે.

ગઇકાલે પણ મૂડીઝ દ્વારા દેશના જીડીપી વૃદ્ધિદર ના અનુમાન મા સુધારો કરવામાં આવ્યો હતો. જોકે અમેરિકાના અર્થતંત્ર ના નિષ્ણાંતોએ એવી આગાહી કરી હતી કે 2025 સુધી ભારતને કોરોનાવાયરસ ની નુકસાનીના આફ્ટરશોક લાગશે. જો કે ઉપરોક્ત ગ્લોબલ રેટિંગ એજન્સીઓ દ્વારા આ પ્રકારની કોઈ આગાહી કરવામાં આવી નથી અને હકારાત્મક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તેમજ ભારતનું અર્થતંત્ર હવે અપેક્ષા કરતાં વધુ ઝડપથી દોડશે તેવી આગાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રોત્સાહક પગલા અને સ્કીમો જાહેર કરવામાં આવી છે તેનો પણ ગ્લોબલ એજન્સીઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનાથી દેશમાં ઉત્પાદનને ઉત્તેજન મળશે તેમ જ ડિમાન્ડ વધશે અને રોજગાર પણ વધશે તેમ જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here