કાલાવડ રોડનું સ્વામિનારાયણ મંદિર બંધ કરાયું

0
111

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ફરી વધતા  સ્વામિનારાયણ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 30 નવેમ્બર સુધી  સ્વામીનારાયણ મંદિર બંધ રાખવામાં આવશે. આજથી ભગવાનના ઓનલાઇન દર્શન રોજ બીએપીએસની વેબસાઈટ પર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસમાં રાજકોટમાં કોરોનાના 400 કેસ નોંધાઇ ચૂક્યા છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે એક નિવેદનમાં કહ્યું કે, લોકોએ તહેવાર દરમિયાન બેદરકારી દાખવી છે. હાલમાં પ્રસાશન રાત્રિ કરફ્યુના વિચારમાં નથી. લોકો અને વેપારીઓ નહિ સમજે તો કરફ્યુ થશે. વેપારીઓ પણ માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે તેવી અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here