સુરત સેન્ટ્રલ બસ ડેપો પર સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ, રોજના 30 હજાર મુસાફરોની અવર-જવર થાય છે

0
54

સેન્ટ્રલ ડેપો પર બુકીંગ માટે આવતા મુસાફરોની લાઈનો લાગતી હોય સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળે છે.

  • સેન્ટ્રલ બસ સ્ટોપ પર જાગૃતિ માટે કોઈ સૂચના કે બોર્ડ લગાવાયા નથી

કોરોના સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુને લઈને એસટી બસ સેવા પણ એ દરમિયાન બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સુરત એસટી ડેપો પર અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર કોરોના જાણે ગાયબ થઈ ગયો હોય તેમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યાં છે. રોજના 30 હજારથી વધુ મુસાફરો બસ સ્ટેન્ડ પરથી મુસાફરી કરી રહ્યાં છે. તેમ છતા બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સના નિમયો અને મુસાફરોને સૂચના આપતા એક બોર્ડ લગાવાયા નથી. બુકીંગ બારી પર લોકોની લાઈનો લાગે છે તેમ છતાં તેમની વચ્ચે અંતર જાળવવાની કોઈ સૂચના ન આપતાં હોય તેવું સામે આવી રહ્યું છે.

ડેપો પર કોરોનાને ભુલી જઈને ઘણા મુસાફરો માસ્ક વગર પણ જોવા મળે છે.

ડેપો પર કોરોનાને ભુલી જઈને ઘણા મુસાફરો માસ્ક વગર પણ જોવા મળે છે.

સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
જાહેર રસ્તા પર માસ્ક વગર લોકોને દંડ ફટકારવામાં આવે છે પરંતુ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે. લોકો માસ્ક વગર પણ જોવા મળી રહ્યાં છે. બુકીંગની બારી પર પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લાઈનમાં ઉભેલા લોકો વચ્ચે કોઈ જ પ્રકારનું યોગ્ય અંતર ન જાળવવામાં આવી રહ્યું છે. અમુક બસમાં મુસાફરો પણ વધુ સંખ્યામાં બેઠેલા જોવા મળ્યાં છે.

અમુક બસમાં મુસાફરોની ટ્રાફિક વધુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળે છે.

અમુક બસમાં મુસાફરોની ટ્રાફિક વધુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળે છે.

જાગૃતિ માટેના બોર્ડ બેનર નથી
સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ખાનગી જાહેરાતો જોવા મળે છે જો કે, કોરોનાની જાગૃતિ માટેની જાહેરાતો લગાવાઈ નથી. લોકોમાં જાગૃતિ આવે તેવું પણ નથી. સાથે જ સેનિટાઈઝેશન માટેની પણ કોઈ સુવિધા કે સેનિટાઈઝર પણ ન હોવાનું સામે આવી રહ્યું છે. એસટી ડેપોની ઉદાસિનતા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

500થી વધુનો સ્ટાફ કામ કરે છે
સેન્ટ્રલ ડેપોમાંથી રોજની 1100 બસ અવરજવર કરે છે. ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં સુરત ડેપો પરથી બસની અવર જવર થાય છે. 500નો સ્ટાફ ઓપરેટ કરે છે. બસ ડેપોના ઈન્ચાર્જ સંજય જોષીએ કહ્યું કે, હું રજા પર છું. ઈન્ચાર્જ સાથે આ અંગે વાત કરો. જો કે, ઈન્ચાર્જે કોઈ જ જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here