રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીથી છલકાયું ચાર મહિના બાદ આવક ટોચે, ભાવ તળિયે

0
88

રાજકોટ, લોધીકા અને પડધરી સહિતના ત્રણ તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે શાકભાજીની સિઝનની સૌથી વધુ આવક થતા યાર્ડનું મેદાન અને પ્લેટફોર્મ લીલાછમ શાકભાજીની ભારીઓથી છલકાઈ ઉઠયા હતા. ચાર મહિના બાદ શાકભાજીની આવક ટોચે અને ભાવ તળિયે પહોંચી ગયા છે. 


રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત શાકભાજી વિભાગના આસિ. સેક્રેટરી ડી.આર. જાડેજાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિયાળાના પ્રારંભ સાથે જ સ્થાનિક ગ્રામ્ય આવકો પૂરજોશમાં શરૂ થતાં આવક વધવાના કારણે શાકભાજીના ભાવ ઘટયા છે. શાકભાજીની તમામ જણસોમાં આજથી નવી આવકોનો પ્રારંભ થઈ ગયો છે. સ્થાનિકેથી જ મબલખ આવકો શ‚ થતાં હવે ટમેટા સિવાયની આંતરરાજ્ય આવકો ઘટી ગઈ છે. શાકભાજી વિભાગના વેપારી અશોકભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, ટમેટા, ગાજર, કોબિજ, ફલાવર, રીંગણા, કાકડી, મુળા, પાલખ, મેથી અને લીલી ડુંગળી સહિતના શાકભાજીની મબલખ આવકો થઈ છે. નવા મરચા અને મરચીની પુષ્કળ આવક શરૂ થઈ ગઈ છે. શાકભાજી વિભાગના ઈન્સ્પેકટર કાનાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, હજુ તો નવી આવકોની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં હજુ વધુ આવકો થશે અને ભાવ ઘટશે. તેમણે ઉમેર્યું હતું કે જેમ જેમ શિયાળો જામશે તેમ તેમ આવકો વધતી રહેશે અને ભાવમાં ઘટાડો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here