Mr. રાજીવ ગુપ્તા, અમદાવાદમાં સરકારી આંકડા મુજબ કોરોના કેસ વધ્યા નથી તો કર્ફ્યૂ કેમ? જો કેસ વધ્યા છે તો આંકડા જાહેર કરો, પ્રજા માંગે છે જવાબ

0
138

અમદાવાદમાં ફરી ત્રણ દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં 6 દિવસમાં 1265 કેસ સામે 1233 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લાં 6 દિવસમાં નજીવા કેસ વધ્યા હોવા છતાં તંત્રના આ તઘલખી નિર્ણય સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકાર ડેટા ગેમ રમીને પ્રજાને ભ્રમમાં રાખવા માંગતી હોય તેવી ચિત્ર ઉપસી રહ્યું છે.

સરકારી આંકડા મુજબ છેલ્લાં 6 દિવસથી કોરોનાના કેસ વધ્યા નથી તો પછી કર્ફ્યૂ કેમ લાદવામાં આવ્યો છે? ખરેખર અમદાવાદમાં કેસ વધ્યા છે તો આંકડા કેમ ઓછા દેખાડવામાં આવી રહ્યા છે? દિલ્હીમાં સાત હજારથી વધુ કેસ છતાં કર્ફ્યૂ નથી તો અમદાવાદમાં કેમ? શું અમદાવાદની સ્થિતિ દિલ્હી જેવી બદતર થઈ ગઈ છે? ખરેખર કેસ વધ્યા છે તો આંકડા જાહેર કરવામાં શેનો ડર લાગે છે? આવા અનેક સવાલો પ્રજા અમદાવાદમાં કોરોનાનો હવાલો સંભાળતા એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા પાસે માંગી રહી છે.

આરોગ્ય વિભાગ પ્રમાણે 6 દિવસમાં શહેરના આંકડા
14 નવેમ્બરથી 19 નવેમ્બર સુધીના 6 દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા જોઇએ તો 14 નવેમ્બરે 198 કેસ શહેરમાં આવ્યા હતા. ત્યારબાદ દરરોજ 200થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 19 નવેમ્બરે શહેરમાં 230 કેસ નોંધાયા છે. એટલે કે આ 6 દિવસમાં શહેરમાં 1265 કેસ નોંધાયા છે. જ્યારે 1233 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

છેલ્લા 6 દિવસમાં શહેરમાં નોંધાયેલા કેસ અને ડિસ્ચાર્જ

તારીખકેસડિસ્ચાર્જ
14 નવેમ્બર198174
15 નવેમ્બર202199
16 નવેમ્બર210201
17 નવેમ્બર218203
18 નવેમ્બર207205
19 નવેમ્બર230251
કુલ આંકડો12651233

​​​સિવિલમાં 737 દર્દી સારવાર હેઠળ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ ઉપરાંત કિડની અને કેન્સર હોસ્પિટલમાં કુલ 400 કોવિડ બેડની સુવિધા છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ જેપી મોદીના જણાવ્યા પ્રમાણે સિવિલ હાલ 737 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બીજા દર્દીને કિડની અને કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે.

95 ટકા ખાનગી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ફુલ
ખાનગી હોસ્પિટલની વાત કરવામાં આવે તો ખાનગી હોસ્પિટલમાં 95 ટકા હોસ્પિટલ કોરોનાની સારવારથી ફુલ થઈ ગઈ છે. આજે સવારે 20 નવેમ્બર સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 72 ખાનગી હોસ્પિટલમાં 261 જેટલા બેડ ખાલી છે. આઇસોલેન વોર્ડના 150, HDUના 56, ICU વેન્ટિલેટર વગર 23 અને ICU વેન્ટિલેટરના 32 બેડ ખાલી છે. કુલ 2536 બેડમાંથી આઇસોલેન વોર્ડમાં 911 બેડ, HDUમાં 829, ICUમાં 329 અને ICUમાં વેન્ટિલેટર પર 156 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here