પોઝિટિવ કેસોમાં વધારો પરંતુ પરિસ્થિતિ નિયંત્રણમાં; લોકો સચેત રહે:દિવાળી બાદ કોરોના સંક્રમણ વધી રહ્યું છે છતા તંત્ર દ્વારા તમામ આગોતરા પગલા લેવાયા છે, બેડ-દવા-ઇન્જેકશનનો પુરતો જથ્થો ઉપલબ્ધ:સિવિલના તબીબ-સ્ટાફ-નર્સની રજાઓ રદ; તમામ પ્રાંત-મામલતદારોને માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સનાં પાલન માટે ફિલ્ડમાં ઉતારાયા; ખાનગી તમામ હોસ્પિટલો ચાલુ રાખવા તાકિદ
દિવાળીના તહેવારો પૂર્વે અને ત્યારબાદ પણ રાજકોટ સહિત રાજ્યભરમાં લોકો અનલોક થઇને મોટા પ્રમાણમાં બહાર નીકળી ગયા હતા જેના કારણે છેલ્લા 10 દિવસથી રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસો સતત વધી રહ્યા છે. ઠંડીની સિઝનમાં કોરોના સંક્રમણ વધુ વકરે આ ઉપરાંત આગામી ડીસેમ્બર માસમાં લગ્ન ગાળાની સિઝન પણ આવતી હોય લોકો વધુ પ્રમાણમાં બહાર નીકળે અને કોરોના સંક્રમણ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે. ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કોરોનાની બીજી લહેર આવે તેવી નિષ્ણાંતોએ ચેતવણી આપી છે તે સંદર્ભે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા રાત્રિ કરફયુ લાદવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આજ સાંજ સુધીમાં રાત્રિ કરફયુનો નિર્ણય કરી લેવામાં આવશે તેવું રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને એક વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટ સહિત રાજ્યભરમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ ગઇકાલે ગુજરાતના મહાનગર અમદાવાદમાં 60 કલાકનો સળંગ કરફયુ લાદવામાં આવ્યો છે. સાથોસાથ સોમવારથી રાત્રિના 9 થી સવારના 6 સુધી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી રાત્રિ કરફયુ જાહેર કરાયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પણ છેલ્લા 10 દિવસથી વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ રાત્રિ કરફયુ લાદવામાં આવે તેવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો કે રાજકોટ શહેર અને જિલ્લામાં રાત્રિ કરફયુ મુકવા માટેની સતાવાર જાહેરાત આજ સાંજ સુધીમાં કરી દેવામાં આવશે તેવું કલેકટ્રે જણાવતા ઉમેયુ હતું કે હાલમાં શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે, પોઝીટીવ કેસો વધુ પ્રમાણમાં આવ્યા છે આમ છતા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટેના તમામ આગોતરા પગલાઓ લેવામાં આવ્યા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રના સ્ટાફ અને તબીબોની રજાઓ રદ કરી દેવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સઘન ટેસ્ટીંગ શરુ કરી દેવામાં આવ્યું છે. ડોર ટુ ડોર સર્વેલન્સ ચાલુ કરવામાં આવ્યો છે. કોઇપણ વ્યક્તિને સામાન્ય લક્ષણ જણાય તો તરત જ ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે તેવું જણાવતા કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે તમામ સરકારી હોસ્પિટલોમાં દવા-ઇન્જેકશન અને પથારી સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સાથોસાથ ખાનગી હોસ્પિટલોમાં કે જે આ અગાઉ પાંચ હોસ્પિટલને બંધ કરવા મંજુરી આપી હતી તેને પણ ચાલુ કરી દેવા આદેશ કરાયો છે અને જરુરત પડયે રાજકોટ શહેરની 24 જેટલી ખાનગી હોસ્પિટલના 50 ટકા બેડ કલેક્ટર તંત્રના હવાલે લઇ લેવામાં આવશે.દરમિયાન જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે લોકોને ગભારાવાની કોઇ જરુરત નથી. કોરોના સંક્રમણ ખાળવા માટે થઇ વહીવટી તંત્ર દ્વારા તમામ