ચીનને વધુ એક ઝટકો: એપલના 9 યુનિટ ભારતમાં ખસેડાશે

0
86

કોરોનાને કારણે ચીનમાં ઠપ્પ પડી ગયેલા યુનિટને ‘બુસ્ટર’ આપવા કંપનીનો નિર્ણય: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની જાહેરાત

દિગ્ગજ મોબાઈલ નિર્માતા કંપની એપલે પોતાના 9 યુનિટને ચીનથી ભારતમાં ખસેડવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કરી છે. તેમણે કહ્યું કે કોરોનાને કારણે ચીનમાં એપલ ફોનનું ઉત્પાદન ઠપ્પ પડી ગયું છે જેના કારણે કંપની યુનિટને ‘બુસ્ટર’ આપવા માટે ચીનથી ભારતમાં ખસેડી રહી છે.બેંગ્લોરમાં ટેક સમિટના 23મા સત્રને વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધિત કરતાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કોરોનાને કારણે ચીનમાં અત્યારે લગભગ દરેક વ્યવસાય ઠપ્પ પડી ગયા છે.

ખાસ કરીને એપલ ફોનનું ઉત્પાદન ઓછું થઈ જતાં કંપનીની ચિંતામાં વધારો થયો છે. જો કે કંપની ભારતમાં પોતાના વ્યવસાય અંગે ઉજળા સંજોગો જોઈ રહી હોય તેને ધ્યાનમાં રાખી તેના 9 યુનિટ ચીનથી ભારતમાં ખસેડવામાં આવી રહ્યા છે. મોબાઈલ ફેન્ચયુફેક્ચરિંગને વેગ આપવામાં આ યુનિટ મહત્ત્વનો ભાગ ભજવશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.પ્રસાદે વધુમાં જણાવ્યું કે સેમસંગ, ફોક્સકોન, રાઈઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સહિતની કંપનીઓ પણ ભારતમાં પોતાના યુનિટને લાવવા માટે ઈચ્છુક છે અને આ અંગે તેમણે અરજીઓ પણ દાખલ કરી છે.દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે મહામારીની વચ્ચે ટેક્નોલોજી વ્યક્તિનું અભિન્ન અંગ બની ગયું છે ત્યારે એપલનું ભારતમાં આવવું દેશ માટે ઘણું જ ફાયદારક છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમય પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે એપલ કંપની પોતાના યુનિટને ભારતમાં ખસેડવા માટે ઉત્સાહિત છે અને ગમે ત્યારે તે આ અંગેની જાહેરાત કરી શકે છે ત્યારે હવે આ અંગેની સત્તાવાર જાહેરાત થઈ જતાં ભારતમાં યુનિટ આવવાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here