આ રાજ્યમાં ફરી મતગણતરી થઈ તો પણ ટ્રમ્પ હાર્યા, બાયડને કહ્યું સૌથી બિનજવાબદાર રાષ્ટ્રપતિ

0
79

પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બિડેને ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર હાર ન માનવા પર મક્કમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફટકાર વરસાવ્યો છે. બિડેને ટ્રમ્પને અમેરિકી ઇતિહાસના સૌથી બિનજવાબદાર રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે હાર છતાં પણ જીદ પર અડેલા ટ્રમ્પ દેશના લોકતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. જ્યોર્જિયામાં થયેલા રીકાઉન્ટમાં બિડેનેે જીત મેળવી છે. અહીં પણ ટ્રમ્પ હારી ગયા છે. એક રિપોર્ટ મુજબ બિડેનને અત્યાર સુધી કુલ આઠ કરોડ પોપ્યુલર વોટ મળી ચુક્યા છે.

  • બાયડનેની મોટી જાહેરાત 
  • WHOમાં ફરી જોડાશે અમેરિકા 
  • કડક શબ્દોમાં ચીનની કરી ટીકા 

ગઇ કાલે એક કાર્યક્રમ દરમિયાન બિડેને ચૂંટણી જીત્યા બાદ પહેલી વાર ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. આ દરમિયાન બિડેને ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો. જે અત્યાર સુધી ટ્રમ્પ તેમની વિરુદ્ધ કરતા હતા. બિડેને કહ્યું કે તાજેતરમાં જે ચૂંટણી થઇ છે તેમાં અમેરિકી નાગરિકો સ્પષ્ટ પણે બહાર આવ્યા છે. ટ્રમ્પ ચૂંટણી હારી ચુક્યા છે, પરંતુ જે પ્રકારનું વર્તન તેઓ કરી રહ્યા છે, તેની પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ અમેરિકી ઇતિહાસના સૌથી બેજવાબદાર રાષ્ટ્રપતિ સાબિત થયા છે. એક દેશ તરીકે અમેરિકાનો દુનિયામાં ખોટો સંદેશ જઇ રહ્યો છે. 

બાઇડનની જાહેરાત

અમેરિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા રાષ્ટ્રપતિ પદે ચૂંટાઇ આવેલા જો બાયડને જાહેરાત કરી છે કે 20 જાન્યુઆરીના રોજ શપથ લીધા બાદ યુએસ ફરીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) માં જોડાશે. બાઇડને વધુમાં કહ્યું કે અમે સુનિશ્ચિત કરીશું કે ચીન તેની મર્યાદામાં રહેશે, પરંતુ અમે કોરોનાવાયરસ સામે લડવા માટે ડબ્લ્યુએચઓનું સમર્થન આપવા તૈયાર છીએ. ચીનને લગતા એક સવાલના જવાબમાં, બાયડને એમ પણ કહ્યું હતું કે હવે તેમને મનસ્વી થવા દેવામાં આવશે નહીં અને જો જરૂરી બને તો કડક પગલા લેવામાં આવશે.

કડક શબ્દોમાં ચીનની કરી ટીકા 

આપને જણાવી દઇએ કે કે ચૂંટણી પ્રચાર દરમિયાન, બાયડને ચીન વિશે કડક નિવેદનો આપ્યા છે. બાઇડને કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસ અંગે ચીન દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ બદલ તેમને સજા આપવા માગે છે. આર્થિક સજા અને વિવિધ પ્રકારના ટેક્સ-ટેરિફ વધારાને આ સજામાં સમાવિષ્ટ હોવાનું જણાવાયું હતું. 

ટ્રમ્પે વ્યક્ત કરી હતી નારાજગી 

નોંધપાત્ર વાત એ છે કે, ગત એપ્રિલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડબ્લ્યુએચઓ પર નારાજગી વ્યક્ત કરી હતી અને ભંડોળ બંધ કર્યું હતું. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ડબ્લ્યુએચઓ ખુલ્લેઆમ ચીનના પક્ષમાં કામ કરી રહ્યું છે. બાઇડને કહ્યું હતું કે તેઓ ચીનને સજા કરવા માંગતા નથી પરંતુ તેઓને ખાતરી આપવા માગે છે કે તેઓએ પણ અન્ય દેશોની જેમ નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડશે, નહીં તો તેનું પરિણામ ખરાબ આવશે.

WHO પહેલા પેરિસ કરારમાં જોડાવાની પણ કરી જાહેરાત

બાયડને પહેલેથી જ પેરિસ પર્યાવરણ કરારમાં ફરી જોડાવાની જાહેરાત કરી ચૂક્યો છે. બાઇડને ડેલવેરમાં રાજ્યપાલો સાથેની બેઠક દરમિયાન કહ્યું કે, આ ક્ષણે રોગચાળા સામે લડવામાં ડબ્લ્યુએચઓનું સમર્થન કરવું જરૂરી છે. WHO ને સુધારવાની જરૂર છે અને અમે તે અંદરથી કરીશું. અગાઉ, બાયડને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં હાર સ્વીકારીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ખૂબ જ ખરાબ સંદેશ મોકલી રહ્યા છે. ટ્રમ્પે હાર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને કેટલાક રાજ્યોમાં ચૂંટણીના પરિણામો સામે દાવો પણ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here