‘લવ જેહાદ’ શબ્દપ્રયોગ કરીને ભાજપ દેશને વિભાજીત કરે છે: કોંગ્રેસના દિગ્ગ્જ નેતાનું નિવેદન

0
110

રાજસ્થાનના CM અશોક ગેહલોતે આજે ભાજપને લવ જેહાદની વિચારધારા ફેલાવા બદલ ભાજપની આકરી ઝાટકણી કાઢી હતી.

તેમણે કહ્યું કે શાસક પક્ષ દેશને વિભાજીત કરી રહ્યો છે અને દેશના કોમી એખલાસને છંછેડી રહ્યો છે. નોંધનીય છે કે ઘણા બધા ભાજપ શાસિત રાજ્યો હિન્દુ મહિલા અને મુસ્લિમ પુરુષના લગ્નને લવ જેહાદ ગણીને તેના વિરુદ્ધમાં કાયદા બનાવવાની પ્રક્રિયા વિચારી રહ્યા છે. 

અશોક ગેહલોતે વધુમાં કહ્યું હતું કે લગ્ન એક સ્વતંત્ર પસંદગીની બાબત છે. આ સ્વતંત્રતાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારના કાયદા બનાવવા એ સંપૂર્ણ ગેરબંધારણીય છે અને કોઈ અદાલત આવા કાયદાઓ સ્વીકારશે નહીં. પ્રેમમાં જેહાદ શબ્દનો કોઈ ઉલ્લેખ નથી. 

તેમણે કહ્યું હતું કે ભાજપ દેશમાં એક એવું વાતાવરણ ઉભું કરી રહ્યું છે જ્યાં વયસ્કોએ પણ પોતાની પસંદગી માટે રાજ્ય સરકાર ઉપર આધારિત રહેવું પડશે. બંધારણમાં નાગરિકો સામે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવાની જોગવાઈ કરાયેલી છે. લવ જેહાદના કાયદા બંધારણનો સીધો ભંગ છે. 

શું છે વિવાદ?

દેશભરમાં ઘણા હિન્દુ સંગઠનો એવો આરોપ લગાવી રહ્યા છે કે મુસ્લિમ યુવાનો હિન્દુ મહિલાઓને ફોસલાવીને તેમની સાથે લગ્ન કરીને તેમને અને તેમના પરિવારને ફરજીયાત ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવે છે. આ રીતે મુસ્લિમ ધર્મ ફેલાવવાના આક્ષેપને લવ જેહાદ કહે છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here