જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા ગિરનારમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઊઠીઃ ‘પથ્થરો સાથે લડી, ઊંચાઇએથી પડું છું, હું જીવન આપવા ઝરણું બનું છું’

0
475
  • જૂનાગઢ શહેરમાં 405 મિમી વરસાદ પડી ગયો, સામાન્ય રીતે 951 મિમી પડતો હોય છે
  • જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 57.67 ટકા વરસાદ સવા મહિનામાં જ વરસી ગયો જૂનાગઢ. ગિરનાર, પોતામાં જ એક પ્રકૃતિ છે. કાળમીંઢ પથ્થરો અને વનરાજી તેનું સૌંદર્ય છે. વર્ષારાણીનું આગમન થતા જ ગિરનાર સોળે કળાએ ખીલી ઊઠે છે. ત્યારે નજારો આહલાદક અને નયનરમ્ય બની જાય છે. ભવનાથ તળેટીમાંથી ગિરનાર ને જાણે નિહાળતા જ રહીએ એવી અનુભૂતી સૌ કોઈને થાય છે. જ્યારે વર્ષારાણી કાળમીંઢ પથ્થરો  અને વનરાજી વચ્ચેથી ઝરણાં બનીને વહે છે. ચોમાસામાં દૂર-દૂરથી ગિરનાર પરથી વહેતા ઝરણાં દેખાય છે. ત્યારે ઝરણાં પણ જાણે કહેતા હોય કે, પથ્થરો સાથે લડી, ઊંચાઇએથી પડું છું, હું જીવન આપવા ઝરણું બનું છું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here