બેઠક / દેશભરમાં કેવી રીતે પહોંચશે કોરોનાની વેક્સીન? PM મોદીએ રણનીતિને લઈને યોજી ખાસ બેઠક

0
67

PM મોદીએ શુક્રવારે ભારતની કોરોના વેક્સીનને લઈને એક ખાસ બેઠક યોજી હતી. તેમાં કોરોના વાયરસને માટે વેક્સીનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે ટેકનિકલ પ્લેટફોર્મ અને જનસંખ્યા સમૂહને પ્રાથમિકતા આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે બેઠકમાં વેક્સીનના વિકાસની પ્રગતિ, નિયામક મંજૂરીઓ અને ખરીદી સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ છે.

  • PM મોદીએ શુક્વારે યોજી ખાસ બેઠક
  • વેક્સીનને વહેંચવાની યોજનાને લઈને થઈ હતી બેઠક
  • જરૂરિયાતમંદ લોકો સુધી વેક્સીન પહોંચાડવા અને પ્રાથમિકતાના ધોરણને માટે યોજાઈ બેઠક

PM મોદીએ કહ્યું કે જનસંખ્યા સમૂહોને પ્રાથમિકતા આપવી, સ્વાસ્થ્ય દેખરેખ કાર્યકર્તાઓ સુધી પહોંચે, શીત ગૃહને મજબૂત કરવા અને સાથે વેક્સીન લગાવનારા લોકોની સંખ્યા વધારવી અને વેક્સીનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે ટેકનિકલ પ્લેટફોર્મ જેવા અનેક મુદ્દાની સમીક્ષા કરાઈ છે. કોરોનાના અનેક શક્ય વેક્સીનના વિકાસના કામ હાલમાં અગ્રિમ ચરણમાં છે.

દુનિયાભરમાં અનેક કંપનીઓ વેક્સીન બનાવવાની દોડમાં

હાલમાં અનેક કંપનીઓ કોરોના વેક્સીન બનાવવાની હોડમાં છે. દુનિયામાં કોરોના મહામારીથી 10 લાખથી વધુ લોકોના મોત થયા છે. ફાઈઝર, મોર્ડના અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે અનેક કંપનીઓ વેક્સીન ટ્રાયલના અંતિમ ચરણમાં છે અને સાથે અનેક કંપનીઓએ દાવો કર્યો છે કે તેમની વેક્સીન 90 ટકા પ્રભાવિત છે. ભારતે બનાવેલી કોરોના વાયરસની વેક્સીન કોવેક્સીનના માનવ પરીક્ષણનું ત્રીજું ટ્રાયલ ચાલી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ ટ્રાયલ ઓરિસ્સામાં શુક્રવારે શરૂ થયું છે.

જાણો ક્યાં સુધીમાં આવશે કોરોનાની વેક્સીન અને કોને મળશે પહેલાં

વેક્સીન નિર્માતા સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ગુરુવારે કહ્યું કે આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ઓક્સફર્ડની વેક્સીન સ્વાસ્થ્ય કર્મીઓ અને વૃદ્ધો માટે મળી રહેશે. સામાન્ય લોકો માટે તેને એપ્રિલ સુધી પહોંચાડવામાં આવશે. તેઓએ કહ્યું કે વેક્સીનના 2 ડોઝની વધુમાં વધુ કિંમત 1000 રૂપિયા હોઈ શકે છે. ફાઈનલ ટ્રાયલ અ્ને રેગ્યુલેટરી એપ્રૂવલના આધારે તેના ડોઝ અને મૂલ્ય નક્કી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here