બ્રેકિંગ ન્યૂઝ:સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતા સળગી, 5 ભડથું

0
60

અકસ્માતમાં ઘાયલ થયેલા કારમાં સવાર લોકો બહાર ન નીકળી શકતા મોતને ભેટ્યા

સુરેન્દ્રનગરના માલવણ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતા 5 લોકો જીવતાં ભુંજાઈ ગયા છે. આગળ જતાં ડમ્પર પાછળ ઈકો કાર ઘૂસતા કારમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ચપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હતા. બજાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here