કર્ફ્યૂમાં મુસાફરો અટવાયા:કાલુપુર રેલવે સ્ટેશન બહાર મુસાફરોના ટોળા થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, AMTS બસ સેવાથી અજાણ

0
71

AMTS બસોથી મુસાફરોને શહેરના વિવિધ સ્થળે પહોંચાડવા વ્યવસ્થા

શહેરમાં ગઈકાલ રાતના 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જેની વચ્ચે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જામી છે. બહારથી આવેલા મુસાફરોની ભીડ સ્ટેશન બહાર થઈ છે. AMTS બસોની વ્યવસ્થા છતાં મુસાફરોનો જમાવડો થયો છે. ઘણા મુસાફરોને બસ અંગે જાણ ન થતા તેઓ અટવાયેલા છે. આ સ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

રિઝર્વેશન કરી આવતા મુસાફરોને રેલવે સ્ટેશન બહારથી ઘરે પહોંચવા સંઘર્ષ
બહારગામથી આવતા જ મુસાફરોની ભીડ છે. જેમ જેમ ટ્રેન અમદાવાદ આવી રહી છે તેમ મુસાફરો આવી રહ્યા છે અને તેમને ઘરે પહોંચાડવામાં આવે છે. રેલવે સ્ટેશન પર માત્ર રિઝર્વેશન કરાવેલા પેસેન્જર જ આવી રહ્યા છે. રિક્ષાઓ બંધ અને ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધના કારણે AMTS બસ મુકવામાં આવી છે. જેમાં તેઓને તેમના વિસ્તાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here