ખાનગી બેંકોમાં પ્રમોટરોની ભાગીદારીની સીમા વધશે

0
62
  • વર્તમાન નિધર્રિી 15 ટકા છે તે વધીને 26 ટકા થઇ જશે


ખાનગી બેંકોમાં પ્રમોટરો ની ભાગીદારી ની સીમા વધારવામાં આવશે અને વર્તમાન 15 ટકામાંથી તેને 26 ટકા કરવામાં આવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની પેનલ દ્વારા આ મુજબની દરખાસ્ત ને મંજૂરીની મહોર મારવામાં આવી શકે છે.


બેન્કિંગ નિયમન અધિનિયમ 1949 માં સુધારા-વધારા કરીને મોટી કંપ્નીઓ તેમજ ઔદ્યોગિક એકમોને બેંકોના માલિક બનવાની મંજૂરી આપવામાં આવશે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે તેમ આરબીઆઇના વર્તુળોએ જાહેર કર્યું છે.


પ્રમોટરો પાંચ વર્ષની લોગ ઇન અવધિ બાદ ગમે ત્યારે પોતાની ભાગીદારી 26 ટકાથી નીચે લાવી શકે છે. એ જ રીતે બીજો મહત્વનો પ્રસ્તાવ એવો છે કે ખૂબ જ સારી રીતે ચાલી રહેલા નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા ન એટલે કે એન બી એફ સી ને બેન્કોમાં પરાવર્તિ ત કરવાની પણ મંજૂરી મળી શકે છે.


જોકે આ પ્રસ્તાવ એવા એન બી એફ સી માટે જ છે જેમની ટોટલ સંપત્તિ રૂપિયા 50 હજાર કરોડ જેટલી હોય અને જે એક દસકા જેટલી જૂની હોય. આવી લાયકાત હશે તો જ બેન્ક તરીકે તેને માન્યતા આપવામાં આવશે.


રિઝર્વ બેંકની આંતરિક સમિતિ દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી છે અને તેના આધાર પર હવે ફાઈનલ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે તેમ આરબીઆઇના વર્તુળોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here