આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો પુત્ર ‘MLA’ લખેલી કારમાં આવ્યો, કોન્સ્ટેબલ સુનિતા યાદવે પાટીયું ઉતરાવ્યું

0
396
  • સુરતમાં મંત્રીના પુત્ર સાથે ઘર્ષણ થયા બાદ મહિલા કોન્સ્ટેબલનું રાજીનામું
  • પહેલા કારમાંથી MLAનું પાટીયું ઉતારીને આવો, પછી વાત કરોઃ સુનિતા યાદવ

સુરત. ગુરૂવારે વરાછામાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ અને એલઆર (કોન્સ્ટેબલ) સુનિતા યાવદ વચ્ચે થયેલી બવાલ શનિવારે શહેરમાં ચર્ચામાં રહી છે. સુનિતા તેની ફરજ બજાવતી હતી ત્યારે મંત્રી પુત્ર પ્રકાશે તેના મિત્રોનું ઉપરાણું લઈને સુનિતા સાથે બબાલ કરી હતી. સુનિતાને એક જ સ્થળે 365 દિવસ ફરજ માટે ઉભી રાખવાની ચીમકી આપતા સુનિતાનો પિત્તો ગયો હતો. સુનિતાએ મંત્રી પુત્ર પ્રકાશને તેની હેસિયત સ્તર સમજાવી દીધું હતું. અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતા પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. આખી ઘટના બાબતે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, એસીપી સી.કે.પટેલે તપાસ સોંપી છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો
વરાછાના ધારાસભ્ય અને રાજય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રોકવા બાબતે થયેલી બોલાચાલી થઈ હતી. જેથી ગત મોડી રાતે કોન્સ્ટેબલ સુનિતાએ પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. બન્ને વચ્ચે તેમજ પીઆઇ વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાઇરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કુમાર કાનાણીના પુત્ર 10 વાગ્યા બાદ બહાર નીકળી ફરી રહ્યાં હતા. આ ઉપરાંત તેઓ જણાવી રહ્યાં છે કે તેમના મિત્ર માટે તેઓ બહાર આવ્યાં છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ જણાવી રહ્યાં છે કે, તમે કર્ફ્યૂ હોવા છતાં બહાર કેમ નીકળ્યાં? ત્યારે કુમાર કાનાણીના પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. 

મંત્રીનું જુઠ્ઠાણું: દીકરો હોસ્પિટલ જતો હતો
મંત્રી કુમાર કાનાણીના દિકરા સાથે સુનિતા યાદવની થયેલી જીભાજોડી બાબતે કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે મારો દીકરો પ્રકાશ સિવિલ હોસ્પિટલ જતો હતો. તેનો સસરો દાખલ છે. મારા દિકરાએ કાયદો તોડ્યો છે, તો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બેને રાજીનામું આપવાની જરૂર નથી. તેના જેવા સારા કર્મચારીઓની સમાજને જરૂરત છે.

મંત્રીના પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરતા પોલીસના હાથ ધ્રુજે છે?
મંત્રી કુમાર કાનાણીના દિકરો રાત્રે મિત્રોની ફેવર કરવા માટે એમએલએના બોર્ડવાળી કાર લઈને નીકળ્યો. તેને કર્ફ્યુનો ભંગ કર્યો હતો એલઆર સુનિતા યાદવ સાથે જીભાજોડી કરી હતી. સુનિતાએ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પ્રકાશ વિશે ફોન પર ફરિયાદ કરે છે. છતા પોલીસે પ્રકાશ વિરુદ્ધ કર્ફ્યું ભંગ સરકારી ફરજમાં રૂકાવટ કે એપેડેમીક એક્ટ હેઠળ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો નથી. શા માટે ગુનો દાખલ ન કર્યો તે જાણવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર સગરને ફોન કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહતો. ઉપરી અધિકારીઓનો સહયોગ ન મળતા સુનિતાએ પોલીસમાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે હેડ ક્વોર્ટરના આરપીઆઈ એમ.એમ.રાઠોડે જણાવ્યું હતું કે સુનિતાએ રાજીનામું નથી આપ્યું તે સીકમાં ઉતરી ગઈ છે.

સોશિયલ મીડિયામાં સુનિતાને સપોર્ટ આપતો ટ્રેન્ડ ચાલુ થયો
સુનિતા યાદવે મંત્રીના પુત્ર અને અધિકારીઓની ના સ્વિકારી અને પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેતાં સોશિયલ મીડિયામાં ખૂબ સ્પોર્ટ મળી રહ્યો છે. હેશટેગ I support sunita yadavના નામે ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લોકો ધન્ય છે એ લેડી કોન્સ્ટેબલ #સુનિતા_યાદવ કે જેમણે નેતાઓની  ના સ્વીકારીને પોલીસની નોકરીમાંથી જ #રાજીનામુ આપી દીધું…,દિલ થી સેટ્યુટ તે રીતે ટ્વીટ કરી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here