કોરોનામાં બેરોજગાર થયેલા 40 લાખ કર્મી.ઓને ઇપીએફની સબસીડીનો લાભ મળશે

0
71

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)માં સપ્ટેમ્બરમાં નવા 14.9 લાખ સભ્ય સામેલ થયા હતા જ્યારે આ આંકડો ઓગસ્ટ, 2020માં 8.8 લાખ હતો, એમ તાજેતરમાં રજૂ કરવામાં આવેલા ડેટા દ્વારા જાણવા મળ્યું હતું.  દરમિયાનમાં સરકારના વર્તુળોએ એમ પણ જાહેર કર્યુ છે કે કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવનારા 40 લાખ જેટલા કર્મચારીઓને ઇપીએફની સબસીડીનો લાભ મળી શકે છે અને આ કર્મચારીઓ તેના માટે લાયક છે.


ઇપીએફઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પેરોલ ડેટા અનુસાર ચાલુ વર્ષે ઓગસ્ટમાં નવા 10.05 લાખ સભ્ય જોડાયા હોવાનું જણાવાયું હતું, પરંતુ પાછળથી આ આંકડાને સુધારીને 8.8 લાખ કરાયા હતા. કોરોના મહામારી વચ્ચે માર્ચ, 2020માં નવા એન્રોલમેન્ટ (નવા સભ્ય સામેલ થવા)નો આંકડો 5.72 લાખ સુધી ઘટી ગયો હતો, જ્યારે ફેબ્રુઆરી, 2020માં નવા એન્રોલમેન્ટ 10.21 લાખ હતા, એમ મે દરમિયાન રજૂ કરાયેલા પેરોલ ડેટામાં જણાવાયું હતું.


શુક્રવારે રજૂ કરાયેલા ડેટામાં જાણવા મળ્યું હતું કે એપ્રિલમાં નવા એન્રોલમેન્ટનો આંકડો માઇનસ 1,49,248 હતો જ્યારે ઓક્ટોબરનો આંકડો માઇનસ 1,04,608 રહ્યો હતો એટલે કે ઇપીએફઓમાંથી દૂર થનારાઓની સંખ્યા નવા જોડાનારાઓની સંખ્યા કરતા વધુ હતી.


અગાઉ જુલાઇમાં રજૂ કરાયેલા એપ્રિલના નવા એન્રોલમેન્ટનો આંકડો એક લાખ હતી જેને ઓગસ્ટમાં સુધારીને 20,164 કરાયો હતો અને સપ્ટેમ્બરમાં તે માઇનસ 61,807 રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here