કોરોનાની બીજી લહેર ! / ક્યાંક નાઈટ કર્ફ્યું તો ક્યાંક ધારા 144 લાગુ : જુઓ રાજ્યોમાં કેવા પ્રતિબંધો ફરીથી લાગુ કરવા પડ્યા

0
75

ભારતમાં શિયાળો અને તહેવારોની સિઝન બાદ હવે કોરોના વાયરસના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે જે બાદ કેટલાક રાજ્યોમાં ફરીથી પ્રતિબંધ લગાવવાની ફરજ પડી રહી છે.

  • ગુજરાતના મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યુંનો અમલ 
  • મધ્યપ્રદેશમાં પણ નાઈટ કર્ફ્યું કરાયું 
  • રાજસ્થાનના 33 જિલ્લાઓમાં ધારા 144 લાગુ 

વિવિધ રાજ્ય સરકારો થઇ અલર્ટ 

કોરોના વાયરસ મહામારીના કારણે ભારતમાં ફરીથી ધીમે ધીમે પ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભારતમાં લાંબા સમયના લોકડાઉન બાદ હાલમાં જ અનલોક કરવામાં આવ્યું હતું પરંતુ વિવિધ રાજ્યોમાં જે ગતિએ કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા ફરીથી પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. 

ભારતના કેટલાક રાજ્યોમાં પ્રતિબંધો લગાવાયા 

ગુજરાતના મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યુંની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં તો બે દિવસ સુધી સમ્પોર્ણ કર્ફ્યું રહેશે પરંતુ ગુજરાત સિવાયના રાજ્યોને પણ કેટલાક પ્રતિબંધ લગાવવાની ફરજ પડી રહી છે.  હરિયાણા અને રાજસ્થાનમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.  

કયા રાજ્યમાં શું નિર્ણય લેવાયો 

  • હરિયાણામાં 30 નવેમ્બર સુધી શાળાઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા 
  • મધ્ય પ્રદેશના પાંચ જિલ્લાઓમાં નાઈટ લોકડાઉન આપી દેવામાં આવ્યું 
  • ગુજરાતમાં ચાર શહેરોમાં નાઈટ કર્ફ્યું અને અમદાવાદમાં બે દિવસ સુધી સંપૂર્ણ કર્ફ્યું 
  • રાજસ્થાનનાં 33 જિલ્લાઓમાં ધારા 144 લગાવાઈ 
  • મહારાષ્ટ્ર સરકાર દિલ્હીથી આવતી ફ્લાઈટ અને ટ્રેનને રોકવા પર કરી રહી છે વિચાર 
  • ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસની બીજી લહેર મુદ્દે અલર્ટ જાહેર, લોકોને ઘરમાં રહેવા સલાહ

કોરોના વાયરસના કેસમાં વધારો 

ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા અત્યારે 91 લાખની નજીક છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 46, 232 નવા કેસ સામે આવતા છે જ્યારે 564 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી 84,78,124 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here