હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા CM બાય કાર પોરબંદર જઈ ત્યાંથી વિમાનમાં રવાના થયાઃ મુખ્યમંત્રીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરી

0
428

સીએમ ગાંધીનગર જવા રવાના થનાર હતા ત્યારે જ હેલીકોપ્ટરમાં કોઇ ખામી સર્જાઇ હતી

વેરાવળ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન, પુજા કરી હતી. ગુજરાત કોરોના મુક્ત બને તે માટે પ્રાર્થના કરી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે, લોકડાઉન બાદ મંદિરો ખુલતા દર્શન કરવાની ઇચ્છા આજે પૂર્ણ થઇ છે. ગીર-સોમનાથમાં વધતા કોરોનાનાં કેસને લઇ અધિકારીઓને સુચના આપીને તકેવારી રાખવા પણ કહ્યું હતું. સીએમ ગાંધીનગર જવા રવાના થનાર હતા. ત્યારે જ હેલીકોપ્ટરમાં કોઇ  ખામી સર્જાઇ હતી. જે રીતે ન થતાં સીએમ કાફલા સાથે કાર મારફત પોરબંદર જવા રવાના થયા હતા. અને ત્યાંથી ગાંધીનગર ગયા હોવાનું જાણવા મળે છે.

મુખ્યમંત્રી સહિત તેમના પરિવારે સોમનાથ દાદાના દર્શન કર્યાં

બિસ્માર રોડ પરથી નીકળીને કાફલો પોરબંદર પહોંચ્યો
હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા મુખ્યમંત્રીના કાફલાએ પોરબંદર સુધીથી બાય રોડ જવાનું નક્કી કર્યું હતું. મરામત કર્યા બાદ હેલિકોપ્ટર રિપેર થયું હતું. પરંતુ બાદમાં ફરીથી ખામી સર્જાતા સોમનાથથી પોરબંદર રોડ માર્ગે માણાવદર શહેરમાં બિસ્માર રોડ પરથી કાફલો થઈને પોરબંદર એરપોર્ટ પહોંચ્યો હતો. લોકો દ્વારા એવું ચર્ચાઈ રહ્યું છે કે જેતપુર સોમનાથ હાઇવે રીપેર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here