ક્યાં સુધી? ભરૂચ અને દ્વારકામાં બાળકીઓને તો રાજકોટમાં વિદ્યાર્થીનીને નરાધમોએ પીંખી નાંખી

0
87

રાજકોટમાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. કોચિંગ ક્લાસિસમાં ગુરૂ દ્વારા જ વિદ્યાર્થી દુષ્કર્મનો ભોગ બની છે.

  • રાજકોટમાં દુષ્કર્મની વધુ એક શરમજનક ઘટના
  • ક્લાસીસ સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ
  • MCW માસ્ટર કમ્પ્યુટર ક્લાસીસના શિક્ષકની અટકાયત

રાજકોટમાં દુષ્કર્મની વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. કોચિંગ ક્લાસીસ સંચાલકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. 

MCW માસ્ટર કમ્પ્યુટર ક્લાસીસના શિક્ષકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે માસ્ટર ક્લાસીસના શિક્ષક ભાર્ગવ દવેની અટકાયત કરી છે. આ અંગેની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાઇ હતી. ક્લાસીસ સંચાલકે વિદ્યાર્થિનીને ધમકી આપી હતી. દુષ્કર્મ આચરીને વિદ્યાર્થીને કહ્યું હતુ કે જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો જોવા જેવી થશે. આરોપીની કોરોના રિપોર્ટ બાદ પોલીસ ધરપકડ કરશે.  

ભરૂચમાં બાળકી સાથે દુષ્કર્મ

ભરૂચના અંકલેશ્વર નજીક ગ્રામ્ય વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની હિચકારી ઘટના સામે આવી છે. 5 વર્ષની બાળકીને ફોસલાવીને શખ્સે કૃત્ય આચર્યુ હોવાનું સામે આવ્યું છે. બાળકીને ઈજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાઈ છે. દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપવા પોલીસ દોડતી થઈ છે અને અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. 

દેવભૂમિ દ્વારકામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર 

દેવભૂમિ દ્વારકામાં  12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગોકલપર ગામમાં 32 વર્ષના શખ્સે દુષ્કર્મ આચર્યુ છે. બે સંતાનોના પિતાએ બાળકી સાથે આવુ અધમ કૃત્ય આચર્યુ છે જો કે આરોપીને ગણતરીના કલાકોમાં કલ્યાણપુર પોલીસે ઝડપ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here