ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે 24મી નવેમ્બર સુધી વીડિયો કોન્ફરન્સ દ્વારા થતી સુનાવણી પણ મુલતવી રાખી છે. હાઈકોર્ટના ત્રણ જજ સહિત સ્ટાફમાં પાંચ વ્યક્તિને કોરોના થતા રજિસ્ટ્રી સહિત કોર્ટ પણ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે, જેના કારણે નવા કેસ રજિસ્ટર પણ થઈ શકશે નહિ.
દિવાળી બાદ 23 નવેમ્બરથી શરૂ થનારી કોર્ટ સ્થગિત કરી દેવામાં આવી છે. હાઈકોર્ટના ત્રણ જજને કોરોના થતાં રજિસ્ટ્રીના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાં સુધી જયુડિશિયલ કામગીરી પર રોક લાગશે.