ખાનગી બેન્કોમાં પ્રમોટર્સની કેપ વધારી 26% કરવા RBIનો પ્રસ્તાવ

0
142

આરબીઆઈ દ્રારા બનાવવામાં આવેલા આંતરિક કાર્યકારી સંગઠને 15 વર્ષમાં ખાનગી બેન્કોમાં પ્રમોટર્સના હિસ્સા પર કેપ 15 ટકાથી વધારી 26 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

સંગઠને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારો કર્યા બાદ મોટી કોર્પોરેટ કંપનીઓ અને ઈન્ડસ્ટ્રીયલ હાઉસિસને ખાનગી બેન્કોના પ્રમોટર્સ બનાવવા મંજૂરી આપવા ભલામણ કરી છે. તેમજ કોન્સોલિડેટેડ સુપરવિઝન સહિત બેન્કિંગ ગ્રુપ માટે સુપરવિઝરી મિકેનિઝ્મને મજબૂત બનાવવા કહ્યુ છે. પ્રમોટર્સની યોગ્યતા અંગે જણાવ્યુ હતુ કે, લાર્જ કોર્પોરેટ અને ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓ ખાનગી બેન્કોના પ્રમોટર્સ તરીકે જોડાઈ શકે છે. પરંતુ તેના માટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા કરવાની જરૂર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here