કોરોના કહેર:કેન્દ્રની 3 ડૉક્ટરોની ટીમ અમદાવાદ આવી પહોંચી, હોસ્પિટલોની મુલાકાત બાદ અધિકારીઓ સાથે બેઠક

0
62

કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે

ગુજરાતમાં વધતા જતાં કોરોના કેસોને ગંભીરતાથી લઈને કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. જ્યાં ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. બપોર બાદ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આ ટીમ બેઠક કરીને ગુજરાતની કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનો રીપોર્ટ તૈયાર કરી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને આપશે. જેના આધારે ગુજરાતમાં કોરોનાને કાબુમાં લેવા માટેની ચોક્કસ ગાઈડલાઈન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવશે.

કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને નિયંત્રિત કરવા માટે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડૉ. એસ.કે સિંઘની ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે. કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની અમદાવાદ SVP હોસ્પિટલ ખાતે પહોંચી છે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. જેમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા તેમજ વધતું જતું સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા વિમર્શ થશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશા નિર્દેશ પણ આપશે.

ઓગસ્ટમાં કેન્દ્રની ટીમે વીડિયો કોન્ફરન્સથી કોવિડ કામગીરીની સમીક્ષા કરી હતી
કેન્દ્ર સરકારની ખાસ ટીમે અગાઉ ઓગસ્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોવિડના નિયંત્રણ અને નિયમન માટે કરવામાં આવેલી કામગીરી અને અસરકારકતાની ઓનલાઇન સમીક્ષા કરી હતી. વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ ટીમ સમક્ષ છેલ્લા 4 મહિના દરમિયાન કોવિડના પડકારને પહોંચી વળવા માટે વડોદરામાં કરવામાં આવેલા અગ્રીમ આયોજન અને પહેલને તેમજ અસરકારક અમલીકરણનું નિદર્શન રજૂ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here