વલસાડ સિવિલની કેન્ટિનમાંથી દારૂની 80 બોટલ સાથે 2 પકડાયા, કુલ 69 હજારના મુદ્દામાલ જપ્ત કર્યો

0
352
  • કોવિડ-19ના આઇસોલેશન વોર્ડથી 35 ફૂટ દૂર આવેલી છે કેન્ટિન
  • કેન્ટિનમાં ગ્રાહકોને ખુલ્લેઆમ દારૂ પીરસવામા આવતો હતો

વલસાડ. વલસાડ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ નજીક આવેલી સિવિલ કેન્ટિંગમાં દારૂ પીરસાતો હોવાની LCBની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે 80 બોટલ દારૂનો જથ્થો કેન્ટિંગના ગોડાઉનમાંથી ઝડપી પાડ્યો હતો. LCB પોલીસે 64 હજારના દારૂના જથ્થા સાથે કુલ 59 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ પીવા વતા હતા
વલસાડ LCB પોલીસને મળેલી બાતમીના આધારે સિવિલ હોસ્પિટલની કેન્ટિંગમાં ગ્રાહકોને ખુલ્લેઆમ દારૂ પીરસવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેને લઈને વલસાડ LCBની ટીમે શનિવારે સિવિલ હોસ્પિટલની કેન્ટિંગના રસોડાના પતરાના શેડમાં દારૂની બોટલનો જથ્થો રસોડાના સામાનની આડમાં રાખેલો પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો.  પોલીસે 80 બોટલ મોંઘીદાટ દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડતા સિવિલ હોસ્પિટલ પંથકમાં ચકચાર મચી ગઇ હતી. સિવિલ સર્જન દ્વારા કરવામાં આવતું ચેકીંગ અંગે સિવિલ હોસ્પિટલના કેમ્પરસમાં અનેક તર્કવિતર્ક ઉઠી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલની કેન્ટિંગમાં સ્ટાન્ડર દારૂ વેચવા પાછળ કોની સંડોવણી સામેલ છે. તે અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પર્સમાં આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓથી લઈને સિવિલ હોસ્પિટલની બહારના કેટલાય લોકો આ કેન્ટિંગમાં રેગ્યુલર ગ્રાહકો હોવાનું ખાનગી સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. LCBની ટીમે કેન્ટિંગના સંચાલક આશિષ ઠાકરે અને ઉષાબેન ઠાકરેની કુલ 69 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સિવિલમાં થતા ચેકિંગ સામે પ્રશ્નો
વલસાડની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડથી 35 મીટર દૂર આવેલી કેન્ટિનમાં દારૂનો જથ્થો ઝડપી પાડતા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા થતા કેન્ટિંગના ચેકીંગ સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા.

ઉનામાં એમ્બ્યુલન્સમાં દારૂ મળ્યો
દિવ સામુહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ઘોઘલાના એક દર્દીને સારવાર અર્થે લઈ આવી હતી અને ઊના ખાનગી હોસ્પિટલમાં ઉતાર્યા બાદ પરત જઈ રહી હોય જો કે પોલીસે અટકાવી તપાસ કરતા દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા.

વિરપુરમાં બર્થ-ડે પાર્ટીમાં દારૂ
મહીસાગર જીલ્લાના વિરપુરના કવન પટેલ નામના યુવકનો બર્થડે હોવાને કારણે બર્થડે પાર્ટી યોજી હતી જેમાં દારૂની રેલમછેલ કરવામાં આવી હતી અને તલવારથી કેક કાપવામાં આવી હતી. જાહોેરનામા ભંગ બદલ પોલીસે કવન પટેલ સહિત 10ની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here