માસ્ક અને ડિસ્ટન્સિંગનું પાલન શરૂ, શહેરમાં ફરીથી સઘન સર્વેલન્સ-ટેસ્ટિંગ

0
171
  • ભીડ થતા ચા-પાનના ગલ્લા સહિત 6 દુકાનો સીલ, આજથી ટેસ્ટિંગ બુથ ચાલુ
  • સાવચેતી રાખવી જરૂરી, ડર ન લાગવો જોઈએ તંત્ર પૂરી રીતે સજ્જ છે : કલેક્ટર

રાજકોટમાં કોરોનાની સંખ્યા વધતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને બધી જ તૈયારી કરવામાં આવી રહી છે. ફરીથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે ટીમો ઉતારાઈ છે તેમજ ટેસ્ટિંગ બૂથ પર આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરાયા છે.

રાજકોટ જિલ્લા કલેક્ટરે શહેર અને ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરીને ટેસ્ટિંગ, સર્વેલન્સ, સારવાર પર ખાસ ધ્યાન રાખવા સૂચના આપી છે. શહેરી વિસ્તારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટિંગનો અમલ શરૂ કરવાનું કહેતા મનપાની ટીમ શહેરભરમાં ફરી હતી અને જ્યાં ભીડ દેખાઇ તેવી 6 દુકાનોને સીલ માર્યા છે. ટેસ્ટની સંખ્યા વધારવા માટે 7 ટેસ્ટિંગ બૂથ કાર્યરત કરાયા છે જ્યા સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ટેસ્ટિંગ કરાશે. જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહન જણાવે છે કે ‘લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે, પોતાના તેમજ પોતાના પરિવારના વડીલો અને બાળકો માટે કારણવગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને માસ્ક, હેન્ડવોશ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. સાવધાની રાખો ડરવાની જરૂર નથી.

તંત્ર બધી જ રીતે સક્ષમ છે હોસ્પિટલમાં બેડ ખાલી છે તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ સૂચનાઓ આપી દેવાઈ છે. સઘન સર્વેલન્સ અને ટેસ્ટિંગ ચાલુ જ છે.’આ દુકાનોને લગાવ્યા સીલ દેવજીવન ટી સ્ટોલ, હરસિદ્ધિ ડીલક્સ પાન (રામાપીર ચોકડી), જય સિયારામ ટી સ્ટોલ (રાજનગર ચોક), રવેચી ટી સ્ટોલ (આનંદ બંગલા ચોક), જય મોમાઈ પાન અને મોમાઈ ટી સ્ટોલ(લીમડા ચોક)નો સમાવેશ થાય છે.આ સ્થળોએ ટેસ્ટિંગ બૂથ શરૂ કરાશે કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન ઓફિસ, ત્રિકોણબાગ, કિસાનપરા ચોક, પેડક રોડ – બાલક હનુમાનની જગ્યા પાસે, રૈયા ચોકડી, કે.કે.વી. હોલ અને બાલાજી હોલ ૧૫૦ ફૂટ રિંગ રોડ.

સોની બજાર | સમયસર દાગીના નહીં મળવાનો ભય
જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના સેક્રેટરી મયૂરભાઇ આડેસરાએ જણાવ્યું હતું કે, બજારમાં શુક્રવારે સવારથી જ લોકો ખરીદદારો માટે આવ્યા હતા. દિવાળી અને ધનતેરસ બાદ હાલ ખરીદીનો આ બીજો તબક્કો છે. જેમાં લોકોએ લગ્નની ખરીદી કરી હતી. કોરોનાને લઈને લોકોમાં ભયનો માહોલ નહોતો પણ એક વાતનો ડર હતો કે, તેઓને સમયસર દાગીનાની ડિલિવરી નહીં મળે તો હેરાન થવુ પડશે.

શહેરની વિવિધ શાક માર્કેટ
ગુંદાવાડી, દેવપરા,જ્યુબિલી શાકમાર્કેટ, સહકાર રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, વિશ્વેશ્વર, મવડી રોડ સહિત શહેરભરમાં ભરાતી શાકમાર્કેટમાં બહેનોની ભીડ જોવા મળી હતી. આ શાકમાર્કેટમાં ફેરિયાઓ અને શાકની ખરીદી માટે આવેલા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

દિવાનપરા મેઈન રોડ
શુક્રવારે જે લોકો ખરીદી માટે આવ્યા હતા તે લગ્ન માટેની હતી. દિવાળીમાં લોકો ખરીદી માટે આવતા હતા તેને માસ્ક નહોતું પહેર્યું. તેવી જ રીતે શુક્રવારે જે ખરીદદારો આવ્યા હતા તેઓને સામેથી માસ્ક સામેથી આપવું પડ્યું હતું. તેમ દિવાનપરાના વેપારી નિલેશભાઇ ભીમાણીએ જણાવ્યું હતુ.

કોઠારિયા નાકા, ભૂપેન્દ્રરોડ
કોઠારિયા નાકા, ભુપેન્દ્ર રોડ વિસ્તારમાં સૌથી વધુ ખરીદી અને ભીડ રેડીમેઇડ ગારમેન્ટની શોપમાં જોવા હતી. કોઠારિયા નાકા, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ વેપારી એસોસિએશનના પ્રમુખ ક્રિપાલભાઇ જણાવે છે કે, દિવાળીમાં જે બેદરકારી લોકોએ દાખવી હતી તેનું પરિણામ ગંભીર આવશે. રાત્રી કર્ફ્યૂ લાગુ કરવો જ જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here