ડિસેમ્બર સુધીમાં વેકસીન, ફાઈઝરે મંજૂરી માંગી

0
102

ઇમરજન્સી લાયસન્સ માટે અરજી કરી : ઓકસફર્ડને પણ ક્રિસમસ સુધીમાં મંજૂરી મળવા આશા

પીફીઝરે પોતાની કોરોના વેક્સીનની ઈમર્જન્સીમાં ઉપયોગની મંજૂરી આપવા માટે અમેરિકાની રેગ્યુલેટરી ઓથોરિટી એફડીએ સમક્ષ અરજી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રક્રિયા પૂરી થવા પર આગામી મહિને મર્યાદિત સંખ્યામાં વેક્સીનના ડોઝ તૈયાર થઈ શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ મહામારીને નાબૂદ કરવા માટે વધારે લોકો સુધી વેક્સીન પહોંચાડવામાં લાંબો સમય લાગી શકે છે. આ પહેલા માર્ડનાની વેક્સીન પણ 94 ટકા અસરકારક હોવાની જાહેરાત કરાઈ હતી.


ફાઈઝરની જાહેરાત પર અમેરિકાના ટોપ ડિસીઝ એક્સપર્ટ ડો. એન્થની ફાઉચીએ કહ્યું કે, ’મદદ મળવા જઈ રહી છે, પરંતુ હજુ માસ્ક અને બીજા પગલાં બંધ કરવા ઉતાવળ ગણાશે. આપણે જે રીતે મદદની રાહ જોઈ રહ્યા છીએ, આપણે પબ્લિક હેલ્થના પગલાંને ડબલ કરવા પડશે.’ ઉલ્લેખનીય છે કે, કંપનીએ શુક્રવારે અરજી કર્યા બાદ એ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ કે, શું ડોઝ તૈયાર છે? જો એવું છે તો વધુ એક સરકારી જૂથે નિર્ણય કરવો પડશે કે મર્યાદિત સપ્લાયની વહેંચણી કઈ રીતે કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, 2.5 કરોડ ડોઝ ડિસેમ્બર સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. 3 કરોડ ડોઝ જાન્યુઆરીમાં અને 3.5 કરોડ ડોઝ ફેબ્રુઆરી અને માર્ચમાં મળી શકે છે. તેના બે ડોઝ ત્રણ-ત્રણ સપ્તાહના અંતરે આપવા પડશે.


મોડર્નાની વેક્સીન પણ એ જ ટેકનિક પર આધારિત છે, જેના પર ફાઈઝરની વેક્સીન. કંપનીએ દાવો કર્યો છે કે, છેલ્લા તબક્કાના શરૂઆતના ડેટામાં તેની વેક્સીન 94.5 ટકા અસરકારક જણાઈ છે. યુવાનોની સાથે-સાથે વધુ ઉંમરના લોકોમાં મોર્ડનાની વેક્સીને એન્ટીબોડી ઊભી કરી, જેણે વાયરસની સામે અસર બતાવી. ટૂંક સમયમાં જ આવા સમૂહો પર ઈમર્જન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી માટે અરજી કરાશે, જેમને ઈન્ફેક્શનનો વધુ ખતરો હશે. માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકા માટે વર્ષના અંત સુધીમાં 2 કરોડ ડોઝ તૈયાર થઈ જશે.


ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા વેક્સીન ટ્રાયલના લીડર પ્રોફેસર એન્ડ્રુ પોલાર્ડનું કહેવું છે કે, ટીમને આશા છે કે, ક્રિસમસ સુધી વેક્સીનને મંજૂરી મળી જશે. તેમનું કહેવું છે કે, તે પી ફીઝર કરતા 10 ગણી વધુ સસ્તી હશે અને થોડા સપ્તાહના અંતરે બે ઈન્જેક્શન લેવા પડશે. ઓક્સફર્ડની વેક્સીનને ફ્રિજના તાપમાન પર રાખી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here