10 વર્ષના બાળકની અન્નનળીમાંથી ટ્યૂમર દૂર કરાઈ, જમી શકતો ન હોવાથી 15 કિલો વજન ઘટી ગયું હતું

0
311

સિવિલની કેન્સર હોસ્પિટલના તબીબોએ 8 કલાક સર્જરી કરી, વિશ્વમાં 50 કેસ નોંધાયાનો દાવો

અમદાવાદ. સિવિલની કેન્સર હોસ્પિટલ (જીસીઆરઆઇ)ના તબીબોએ રાજસ્થાનના 10 વર્ષનાં બાળકની અન્નનળીની ટ્યૂમરની 8 કલાકની સર્જરી કરીને નવજીવન બક્ષ્યું છે. બાળકની અન્નનળીમાં ટ્યૂમર હોય તેવાં સમગ્ર વિશ્વમાં માત્ર 50 કેસ નોંધાયાનો તબીબોનો દાવો છે.

અમદાવાદની સિવિલમાં ઓપરેશન માટે ગયા
રાજસ્થાનના 10 વર્ષનાં બાળક જયનાં પિતા પ્રેમશંકર જણાવે છે કે, છેલ્લા દોઢ વર્ષથી જય ટ્યૂમરને લીધે બરાબર જમી પણ શકતો ન હોવાથી ધીમે ધીમે 15 કિલો જેટલું વજન પણ ઘટી ગયું હતુ, તેમજ અન્ય શારીરિક સમસ્યાઓ વધી હતી. જેથી અમે રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં ટ્યૂમરના નિદાનના પ્રયાસ કર્યા પણ સફળતા ન મળતાં જયની બચવાની આશા ગુમાવી ચૂક્યો હતો. પરંતુ, તેવામાં અમદાવાદમાં રહેતાં સગાએ સિવિલની કેન્સર હોસ્પિટલમાં લાવવાનું કહ્યું, અને ત્યારબાદ અમે નિદાન માટે સૂચન કરતાં અમે કેન્સર હોસ્પિટલમાં આવ્યાં હતા.

આ બીમારીના વિશ્વમાં માત્ર 50 કેસ
જીસીઆરઆઇ  હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ.રાજન ગર્ગ અને તેમની ટીમે ટ્યૂમરનું નિદાન કરીને બાળકોમાં આ પ્રકારનું ટ્યૂમર જવલ્લે જોવા મળતી હોવાનું અને વિશ્વમાં માત્ર 50 કેસ નોંધાયા હોવાથી તબીબોએ વિશ્વમાં થયેલી આવી સર્જરીનો અભ્યાસ કર્યા બાદ 8 કલાકની સર્જરી કરીને મારા પુત્રને નવજીવન આપ્યું છે.

અન્નનળીની ટ્યૂમરથી પાચનતંત્રને અસર થવાની શક્યતા
ટ્યૂમર બે પ્રકારની હોય છે, જેમાં  એક કેન્સર બનીને શરીરના અન્ય ભાગમાં પ્રસરે છે જયારે બીજી ટ્યૂમર તેની જગ્યાએ વધે છે. અન્નનળીમાં થયેલી ટ્યૂમર જયારે વધવા લાગે ત્યારે સમગ્ર પાચનતંત્રને ગંભીર અસર કરતી હોવાથી તાત્કાલિક નિદાન કરી દૂર કરવું આવશ્યક છે. તેમજ ટ્યૂમર દૂર કર્યા બાદ અન્નનળી પહેલાની જેમ કામ કરે તેવી સંભાવનાઓ ઓછી હોવાથી અન્નનળીનો માર્ગ બદલવો જરૂરી બની જાય છે. લૉકડાઉન પહેલાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરી દોઢ મહિના સુધી વિવિધ રિપોર્ટ કરાયા હતા. સર્જરીના 10 દિવસ પછી બાળક પહેલાની માફક ભોજન લેતો થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here