ન્યાયની માંગ / કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારને ન્યાય અપાવવા કોડિનારમાં રેલી, જો હજુ સરકાર નહીં સાંભળે તો આંદોલનની ચીમકી

0
67

CRPFના જવાન અજિતસિંહ પરમારના મૃત્યુના મામલે અજિતસિંહના રહસ્યમય મૃત્યુની તપાસની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ગીરસોમનાથના કોડીનારમાં શહેરીજનોએ રેલી યોજી હતી અને મૃત્યુ બાદ દફનવિધિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા આ અંગે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. અને CBI દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે. જો આ અંગે કોઈ પગલા સત્વરે નહીં લેવામાં આવે તો શહેરીજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

  • CRPFના કમાન્ડોના મૃત્યુનો મામલો
  • મૃત્યુની સીબીઆઇ તપાસની માંગણી
  • શહેરીજનોએ દફનવિધિ પર પણ ઉઠાવ્યાં સવાલ 

સીઆરપીએફના કોંબ્રા કમાન્ડો સ્વ. અજીતસિંહ પરમારને ન્યાય અપાવવા કોડીનાર ખાતે નીકળી વિશાળ રેલી. સ્વ. અજીતસિંહ પરમારના મધ્યપ્રદેશમાં રહસ્યમય મૃત્યુ અને રેલવે પોલીસ દ્વારા કોઈપણ જાતની તપાસ વગર દફનવીધીને લઈ શહેરીજનોએ ઉઠાવ્યા સવાલ.આ મામલે સી.બી.આઈ.તપાસની માંગ સાથે કોડીનાર મામલતદારને અપાયું આવેદન.

10 હજાર આર્મી જવાનો માંથી માત્ર 5 જવાનોની જ પસંદગી

આ દ્રશ્યો છે કોડીનાર શહેરના,જ્યાં વિશાળ સંખ્યામાં કોડીનાર શહેરના સર્વે સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સીઆરપીએફના કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારનો મધ્યપ્રદેશમાંથી અગમ્ય કારણોસર મૃતદેહ મળી આવતા પરિવાર સહિત સમગ્ર કોડીનાર શહેરમાં આક્રોશ છવાયો છે. કોબ્રા કમાન્ડો કે જેઓ 10 હજાર આર્મી જવાનો માંથી માત્ર 5 જવાનોની જ પસંદગી થતી હોય છે.

ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી​

કોડીનારનાં એકમાત્ર કોબ્રા કમાન્ડોનાં મોતનાં રહસ્ય ને સર્વે સમાજે સુત્રોચાર અને આક્રોશ સાથે રેલી કાઢી સીબીઆઈ તપાસ થાય અને આ જવાન ના મોત પાછળ જે કોઈ પણ જવાબદાર હોય તેઓને સજા થાય તેવી માંગ કરાય છે. તેમજ જો યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here