એક દિવસ કરાચી પણ હિન્દુસ્તાનમાં હશે, અમે અખંડ ભારતમાં માનીએ છે : પૂર્વ CM અને ભાજપ નેતા

0
71

ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવિસે કરાચીને લઈને મોટું નિવેદન આપ્યું છે, મુંબઈમાં હાલમાં જ કરાચી સ્વીટ્સને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તેમણે આ નિવેદન આપ્યું છે.

  • મુંબઈમાં કરાચી સ્વીટ્સને લઈને થયો હતો વિવાદ 
  • અમે અખંડ ભારતમાં વિશ્વાસ રાખીએ છે : ફડણવીસ 
  • દેશમાં થઇ રહ્યો છે લવ જિહાદ, કાયદો બનાવવો જરૂરી : ફડણવીસ 

લવ જિહાદ પર પણ કર્યો પ્રહાર 

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે કહ્યું કે તે અખંડ ભારત પર વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે એક દિવસ કરાચી પણ ભારતનો હિસ્સો બનશે. ફડણવીસે આ નિવેદન મુંબઈમાં હાલમાં જ થયેલા એક વિવાદ બાદ આપ્યું છે.  આ સિવાય તેમણે લવ જિહાદને લઈને પણ કહ્યું કે દેશમાં લવ જિહાદ થઇ રહ્યો છે અને સરકારની જવાબદારી છે કે તેની સામે કાયદા બનાવે. 

શું છે વિવાદ 

બાંદ્રામાં આવેલ કરાચી સ્વીટ્સ નામક એક દુકાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે જેમાં શિવસેનાના જ કાર્યકર્તાએ દુકાનનું નામ બદલવાની માંગ કરી હતી. જોકે પાર્ટીના નેતા સંજય રાઉતે દુકાનદારનો સાથે આપ્યો અને કહ્યું હતું કે કરાચી સ્વીટ્સ મુંબઈમાં વર્ષોથી છે એટલે તેનું પાકિસ્તાનથી કોઈ લેવા દેવા નથી.  નામ બદલવાનો કોઈ અર્થ નથી. 

શિવસેનાએ પોતાને આ વિવાદથી અલગ કરી લીધું છે જેના પર મહારાષ્ટ્રના પૂર્વ CM અને ભાજપ નેતાનું કહેવું છે કે તે અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે.  

નોંધનીય છે કે ભાજપ નેતાઓ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘથી જોડાયેલા નેતાઓ અવારનવાર આ મુદ્દે કહેતા રહે છે કે તે અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે. આ પહેલા રામ માધવે પણ કહ્યું હતું કે RSSનું માનવું છે કે એક દિવસ ભારત અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જે થોડા દાયકા પહેલા જ અલગ થયા છે તે ફરીથી સાથે આવી જશે ને ભારત અખંડ બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here