અહીં લગ્નપ્રસંગને કારણે 177ને કોરોનાનું સંક્રમણ, પ્રસંગમાં હાજર ન હતા તેવા 7 લોકોના મોત

0
189

ભારતની સાથે વિશ્વના ઘણા દેશોમાં કોરોના ફાટી નીકળવાના કિસ્સા નોંધાયા છે. પરંતુ કોરોના વાયરસ ને કારણે, હાલમાં લગ્ન સમારંભોને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ હાલમાં એક એવા લગ્નની ચર્ચા ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં 177 લોકોમાં કોરોના ફેલાયો અને 7 લોકોના મૃત્યુ થઈ ગયા, જો કે આ લગ્નમાં માત્ર 55 લોકો જ સામેલ થયા હતા.

  • લગ્ન સમારંભમાં ન જનાર લોકોને પણ થયો કોરોના 
  • અજોબો ગરીબ લગ્ન સમારોહ, 7ના મૃત્યુ  થયા 
  • 55 લોકો હાજર હતા અને 177ને થયું સંક્રમણ 

લગ્નથી ઉદ્ભવતા કોરોના કેસની આ ઘટના અને ત્યારબાદ 7 લોકોના મોત અમેરિકાના ‘મેન’ નામના રાજ્યના છે. લગ્ન આ રાજ્યના એક નાના શહેરમાં યોજાયા હતા. આ લગ્નથી કોરોના ફેલાયાનો અભ્યાસ હાલમાં અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવ્યો છે.

લોકોએ કોરોના નિયમોનું નહોતું કર્યું પાલન 

CDC ના રિપોર્ટ મુજબ લગ્ન 7 ઓગસ્ટના રોજ યોજાયા હતા. બીજા દિવસે સમારોહમાં ભાગ લેનાર વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં. આ પછી, લગ્નમાં સામેલ કુલ 55 લોકોમાંથી 27 લોકોને સંક્રમણની પુષ્ટિ થઈ હતી. જે લોકોએ લગ્નમાં કથિત રૂપે હાજરી આપી હતી તેઓએ માસ્ક પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહોતું. જો કે, લોકોના ટેમ્પરેચરની તપાસ કરવામાં આવી હતી.

લગ્ન પછી, સ્થાનિક સમુદાયમાં કોરોનાના 27 કેસ નોંધાયા હતા અને તેમાંથી એકનું મોત નીપજ્યું હતું. તે જ સમયે, લગ્નમાં સામેલ એક મહેમાન બીજા દિવસે તેના પિતાને મળવા ગયા, જે વ્યક્તિ એક હેલ્થ વર્કર છે, તેમને પણ કોરોના થયો હતો, અને કેર હોમના 38 કર્મચારી અને અન્ય લોકો સંક્રમિત થયા હતા. આ લોકો લગ્ન સમારોહથી લગભગ 160 કિમી દૂર રહેતા હતા. આ લોકોમાંથી 6 લોકો મૃત્યુ પામ્યા હતા અને તેમાંથી કોઈ લગ્નમાં ગયા ન હતા.

અન્ય લોકોને પણ લાગ્યો ચેપ 

બીજા મહેમાન લગ્ન સમારોહથી 320 કિમી દૂર જેલમાં કામ કરતા હતા. લગ્નના એક અઠવાડિયા પછી, આ વ્યક્તિમાં ચેપનાં ચિહ્નો જોવા મળ્યાં. જોકે, તે જેલમાં સતત કામ કરતા રહ્યા, આને કારણે, કોરોના 18 સ્ટાફ અને 48 કેદીઓમાં ફેલાઈ છે. સ્ટાફના પરિવારના 16 સભ્યોને પણ ચેપ લાગ્યો હતો.

રિપોર્ટ અનુસાર લગ્નમાં હાજરી આપનારા મહેમાનોની સૂચિ અથવા તો બનાવવામાં આવી ન હતી અને અથવા તો અધિકારીઓને આપવામાં આવી ન હતી. આને કારણે, તે પણ સમજી શકાય છે કે CDC ફક્ત થોડા લોકોને ટ્રેસ કરી શકી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here