દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ, 17 તાલુકામાં હળવો વરસાદ

0
329
  • સુરત જિલ્લાના ઉમરપાડા, કામરજેમાં અડધો ઈંચથી વધુ
  • નવસારી, વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદ

સુરત. દક્ષિણ ગુજરાતમાં આગાહીને લઈને આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. જેમાં અત્યાર સુધીમાં 17 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડા અને કામરેજમાં અડધો ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સવારથી અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકા કોરાકટ રહ્યા છે.આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આજે સવારથી અત્યાર સુધીનો વરસાદ

તાલુકોવરસાદ(મીમી)
ઉમરપાડા19
કામરેજ17
માંગરોળ10

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મીમી)
માંગરોળ42
વાંસદા33
બારડોલી29
પલસાણા28
ચીખલી26
નવસારી25
ઉમરગામ24
ધરમપુર21